________________
લોકની સાંખ્યિકી પદ્ધતિ અનુસાર વ્યાખ્યા
107
પર્વતોની શ્રેણિનો ઉપયોગ કર્યો છે. (૨) જંબૂદ્વીપમાં દર્શાવેલ આ ક્ષેત્ર અને પર્વતો તથા નદીઓ તેના મૂળ અસલ અર્થાત્ વાસ્તવિક આકારમાં નથી. (૩) તેમાં ભરત, એરવત અને મહાવિદેહ ત્રણ કર્મભૂમિ છે. અર્થાત્ આ ત્રણ ક્ષેત્રના મનુષ્યો કૃષિ અને વ્યાપાર કરે છે. જ્યારે બાકીની છ અકર્મભૂમિ છે અને ત્યાંના મનુષ્યો જંગલમાંથી પ્રાપ્ત ફળોનો આહાર કરી નિર્વાહ કરે છે. જેને જૈન પરંપરા પ્રમાણે કલ્પવૃક્ષ દ્વારા પ્રાપ્ત આહાર કહે છે. વસ્ત્ર વગેરે પણ કલ્પવૃક્ષ પાસેથી તેઓ પ્રાપ્ત કરે છે. તેથી તેઓને કૃષિ કે વ્યાપાર કરવાની જરૂર નથી.
(૧) આ શાસ્ત્રીય વર્ણન સાંખ્યિકી પદ્ધતિ પ્રમાણે સાચું જ
છે. પરંતુ આપણી અજ્ઞાનતાના કારણે આપણે તેની વ્યાખ્યા કે સમજ ભૌગોલિક પદ્ધતિ પ્રમાણે આપીએ છીએ. તે પ્રમાણે ન કરતાં તેને સાંખ્યિકી પદ્ધતિ પ્રમાણે જ તેની સમજ આપવી જોઈએ. આપણી નિહારિકા અર્થાત્ તારાવિશ્વમાં અત્ર તત્ર છૂટીછવાયી માનવવસ્તીયુક્ત પૃથ્વીઓના સમૂહ તરીકે જંબુદ્વીપ અને લવણ સમુદ્રનું જોડકું છે. વળી આ જંબૂદ્વીપ કેવળ એક જ પૃથ્વી નથી પરંતુ માનવવસ્તીવાળી ઘણી પૃથ્વીના સમૂહ સ્વરૂપે છે. તેથી આ જંબૂદ્વીપને ભૌગોલિક નકશા સ્વરૂપે માનવું કે તેને ભૌગોલિક નકશા સ્વરૂપમાં પરાવર્તિત કરી તેને તે રીતે સમજાવવા પ્રયત્ન કરવો યોગ્ય નથી. આ પ્રકારનો પ્રયત્ન માત્ર કલ્પનાજનિત અવાસ્તવિક સમજ હશે. જે નિતાંત અસત્ય છે. પર્વતો અને નદીઓનું વિશિષ્ટ વર્ણન એ પુરવાર કરે છે કે દરેક પર્વત અને નદી જે તે ક્ષેત્ર સાથે