________________
શું જૈન ભૂગોળ-ખગોળ સાચી છે? બતાવી શકાતું નથી. ૪. આ પદ્ધતિમાં જે તે પદાર્થની વિભિન્ન ગતિઓ દર્શાવી શકાતી નથી. આ જ કારણથી આપણે ભૌગોલિક પૃથ્વીનો આકાર, સ્થાન, અંતર અને ગતિઓ જૈન દર્શન નિર્દિષ્ટ લોકમાં બતાવી શકતા નથી.
104
જ્યારે પણ જૈનદર્શનના વિદ્વાન સાધુ કે આચાર્યને પૂછવામાં આવે કે આપણી વર્તમાન પૃથ્વી જંબૂદ્વીપ અથવા ભરતક્ષેત્રમાં ચોક્કસ ક્યાં છે? ભરતક્ષેત્રમાં. તો ભરતક્ષેત્રમાં ક્યાં? દક્ષિણાર્ધ ભરતક્ષેત્રમાં. દક્ષિણાર્ધ ભરતક્ષેત્રમાં ક્યાં? મધ્યખંડમાં, મધ્યખંડમાં ક્યાં? તો તેનો ચોક્કસ પ્રત્યુત્તર મળતો નથી. તે જ રીતે પૃથ્વીનો આકાર કેવો છે? તો તેનો પણ પ્રત્યુત્તર મળતો નથી. કોઈક વર્તમાન પૃથ્વી પર્વતાકારની હોવાનું જણાવે છે પરંતુ આ માત્ર તેઓની કલ્પના જ છે. શાસ્ત્રોમાં ક્યાંય તે અંગે કશો જ ઉલ્લેખ નથી. તે જ રીતે જૈનદર્શનમાં બતાવેલ લોકના ચાર્ટમાં પૃથ્વીની ગતિ પણ બતાવી શકાતી નથી. તે કારણથી આપણે પૃથ્વીને સ્થિર માની લીધી છે. વળી આ પૃથ્વી ભરતક્ષેત્રના અન્ય સ્થાનોથી કેટલી દૂર છે, તે પણ બતાવ્યું નથી.
જંબુદ્રીપના આકારની સાથે પૃથ્વીની સરખામણી કરી પૃથ્વીને થાળી જેવી ગોળ કહી, પરંતુ શાસ્ત્રકારોએ ક્યાંય આપણી ભૌગોલિક પૃથ્વીને થાળી જેવી ગોળ કહી નથી. હા, કદાચ ગોળ કહી હશે અને તે રીતે ચિત્રોમાં દર્શાવી હશે. સામાન્ય રીતે ચિત્રોમાં ફક્ત બે જ પરિમાણ, લંબાઈ અને પહોળાઈ દર્શાવી શકાય છે. ત્રીજું પિરમાણ જાડાઈ કે ઊંડાઈ દર્શાવવું શક્ય નથી. તે કારણથી કદાચ ગોળનો અર્થ થાળી જેવી ગોળ કર્યો હશે.