________________
લોકની સાંખ્યિકી પદ્ધતિ અનુસાર વ્યાખ્યા
103 કદાગ્રહ, ૪. સાંશયિક મિથ્યાત્વ અર્થાત્ પ્રભુના વચન ઉપર શંકા કરવી, ૫. અનાભોગિક મિથ્યાત્વ અર્થાત્ અજ્ઞાન સ્વરૂપ મિથ્યાત્વ. તેમાંનુ એક મિથ્યાત્વ અભિનિવેશિક મિથ્યાત્વ છે. હવે જ્યારે આપણે જેનદર્શન નિર્દિષ્ટ લોકની વિભાવનાને યથાર્થ સ્વરૂપે સમજ્યા વગર જ વિજ્ઞાનની સત્ય વાતને અસત્ય સિદ્ધ કરવાનો ઝનુન પૂર્વક પ્રયત્ન કરીએ છીએ ત્યારે આપણે અજાણતાં જ અભિનિવેશિક મિથ્યાત્વમાં આવી જઈએ છીએ. તેનો ખ્યાલ કરવો જરૂરી છે. વળી જૈનદર્શન અનેકાન્ત દર્શન અથવા તો સ્યાદ્વાદ દર્શન છે. તેથી કોઈપણ વાતને તદ્દન અસત્ય કહેતાં પહેલાં તે અંગે પુનર્વિચાર કરવો જોઈએ. સાંખ્યિકી પદ્ધતિમાં વિશાળ માહિતીને ભિન્ન ભિન્ન શ્રેણિમાં વર્ગીકૃત કરીને વ્યવસ્થિત સ્વરૂપે સામાન્ય લોકને બોધગમ્ય થાય તે રીતે રજૂ કરવામાં આવે છે. અહીં એ વાત ધ્યાનમાં રાખવાની છે કે ચાર્ટ પદ્ધતિમાં બતાવેલ ક્ષેત્રોનું સ્વરૂપ માત્ર સામૂહિક રીતે જે તે પદાર્થનો જથ્થો બતાવે છે પરંતુ વાસ્તવિક અર્થાત્ ભૌગોલિક સ્વરૂપ બતાવતું નથી. માટે જ જંબૂદ્વીપ વગેરેને ચાર્ટ સ્વરૂપ સમજી તેને ભૌગોલિક રીતે રજૂ કરવું યોગ્ય નથી.
સાંખ્યિકી પદ્ધતિની ચાર મર્યાદાઓ : વળી સાંખ્યિકી પદ્ધતિની નિમ્નોક્ત ચાર મર્યાદાઓનો પણ ખ્યાલ રાખવો જરૂરી છે. ૧. આ પદ્ધતિમાં અર્થાત્ ચાર્ટમાં જે તે પદાર્થોનું વાસ્તવિક સ્થાન બતાવી શકાતું નથી. ૨. આ પદ્ધતિમાં જે તે પદાર્થનો વાસ્તવિક આકાર બતાવી શકાતો નથી. ૩. આ પદ્ધતિમાં જે તે પદાર્થો વચ્ચેનું વાસ્તવિક અંતર