________________
102
'શું જૈન ભૂગોળ-ખગોળ સાચી છે? આપણી ભૂલ જ હતી. એવું હવે લાગ્યા વગર રહેતું નથી. આપણા આગમોમાં આ પ્રકારની સરખામણી કયાંય કરવામાં આવી નથી કે કહ્યું નથી કે જંબુદ્વીપ કે ભરતક્ષેત્ર આપણી વર્તમાન ભૌગોલિક પૃથ્વી જ છે. આમ છતાં આજ સુધી સર્વ સાધુ ઓ અને વિદ્વાનોએ તે પ્રકારની સરખામણી કરી, જંબુદ્વીપ કે ભરતક્ષેત્રના પદાર્થોને આપણી પૃથ્વીમાં દર્શાવવા માટે ભરપૂર પ્રયત્ન કર્યા, તે ખરેખર ખોટું જ હતું. લોકની સાંખ્યિકી પદ્ધતિમાં વ્યાખ્યાની આવશ્યકતા : કેટલાક પ્રાચીન માન્યતા ધરાવનાર સાધુઓ અને શ્રાવકો જ્યારે એમ કહે છે કે અમે ઇસરો અને અમેરિકાની નાસા સાથે અથવા કોઈ પ્લેનેટોરિયમના નિયામક વિજ્ઞાની સાથે આ અંગે વાત કરી અને તપાસ કરાવી ત્યારે તેઓ ભૌગોલિક પૃથ્વીની માન્યતા અંગે કોઈ જવાબ આપી શક્યા નથી. તેથી મૌનમનુમતમ્” એ સિદ્ધાંત અનુસાર અમારી વાત સાચી સિદ્ધ થાય છે અને ભૌગોલિક માન્યતા અસત્ય સિદ્ધ થાય છે. અલબત્ત, આ માત્ર તેઓની ગેરસમજ જ છે. સાધુ તરીકે આ રીતનો પ્રચાર કરવો તે પણ અનુચિત છે. આ વાત એ સિદ્ધ કરે છે કે આપણો જૈન સમાજ વિજ્ઞાનના ક્ષેત્રમાં કેટલો પાછળ છે! અથવા અજ્ઞાન અથવા નિરપેક્ષ છે. તે વિજ્ઞાનને અસ્પૃશ્ય માને
સૌથી મહત્ત્વની વાત એ છે કે આપણા શાસ્ત્રોમાં મિથ્યાત્વના પાંચ પ્રકાર બતાવ્યા છેઃ ૧. અભિગ્રહિક મિથ્યાત્વ અર્થાત્ જિનમત ઉપર અધિક શ્રદ્ધા કરવી, ૨. અનભિગ્રહિક મિથ્યાત્વ અર્થાત્ જિનધર્મથી વિપરિત શ્રદ્ધા કરવી, ૩. આભિનિવેશિક મિથ્યાત્વ અર્થાત્ કોઈ પણ માન્યતા અથવા પોતાના મતનો