________________
લોકની સાંખ્યિકી પદ્ધતિ અનુસાર વ્યાખ્યા
લોકની સાંખ્યિકી વ્યાખ્યા કરવામાં સંભવિત મુશ્કેલીઓ :
105
આપણે સામાન્ય રીતે જે કોઈ પદાર્થો જોઈએ છીએ તેને એરિયલ પ્રોજેક્શન દ્વારા જ સમજીએ છીએ અને તેની વ્યાખ્યા પણ તે જ રીતે કરવાની ટેવ પડી ગઈ છે. તેથી જંબૂદ્વીપ વગેરે અંગે પણ સ્વાભાવિક રીતે જ આપણા મનમાં તે જ પદ્ધતિએ વ્યાખ્યા કરીએ છીએ, ચિંતન કરીએ છીએ. આથી ભૌગોલિક નકશા સિવાયની ચાર્ટ પદ્ધતિએ સમજવું અઘરું પડે છે. તેથી લોક અંગેની સમજ આપતી વખતે પ્રતિ સમય સામે ઉપસ્થિત વ્યક્તિઓને યાદ અપાવવું પડે છે કે આપણે લોકની વ્યાખ્યા અથવા સમજ સાંખ્યિકી પદ્ધતિના ચાર્ટરૂપે કરીએ છીએ. આ જ કારણથી ચાર્ટમાં બતાવેલ આકૃતિ સાંકેતિક અને ભૌમિતિક છે, તેનો ખ્યાલ રાખવો જરૂરી છે.
જંબુદ્વીપનું સાંખ્યિકી પદ્ધતિમાં વ્યાખ્યા :