________________
9A
શું જૈન ભૂગોળ-ખગોળ સાચી છે? પ્રકારના પ્રકાશનું ઉત્સર્જન કરતા કે પરાવર્તન કરતા અવકાશી પદાર્થો આ સમગ્ર બ્રહ્માંડમાં યત્ર તત્ર ફેલાયેલા છે, જેને સાંખ્યિકી સ્વરૂપના આ પ્રકારના ચાર્ટમાં પ્રાચીન કાળના મહાપુરૂષો એ એક સાથે દર્શાવેલ છે. બ્રહ્માંડ એટલું વિશાળ છે કે આ પ્રકારના અવકાશી પદાર્થો વચ્ચેનું અંતર એટલું મોટું છે કે કોઈપણ પ્રકારના ભૌગોલિક નકશા દ્વારા બતાવી
શકાય તેમ નથી. ૨. ગાણિતિક દૃષ્ટિએ લોકનો નકશો એકદમ વ્યવસ્થિત સિમેટ્રિકલ અર્થાત પૂર્વ જેવું જ પશ્ચિમમાં અને ઉત્તર જેવું જ દક્ષિણમાં છે, કે તે કોઈ ચિત્રકારે પોતાની રીતે ગોઠવીને બનાવેલ હોય તેવું છે. માટે જ તેને વલયાકાર કે પટ્ટી ચાર્ટ તરીકે માની શકાય છે. વિશાળ બ્રહ્માંડમાં રહેલા અનંતા પદાર્થોની વિવિધ પ્રકારની માહિતી
સંક્ષેપમાં પ્રસ્તુત કરવાની આ જ એક માત્ર પદ્ધતિ છે. ૩. આધુનિક ભૂગોળનો વિદ્યાર્થી એ પણ જાણે છે કે | વિવિધ દેશોના તથા સમુદ્રના નકશા લોકના નકશામાં
બતાવ્યા છે તે પ્રમાણે કોઈ ચોક્કસ પ્રકારના વર્તુળાકારમાં કે વલયાકારમાં ક્યારેય હોઈ શકે નહિ. દરિયા કિનારા કે જમીનની સરહદો હંમેશા સર્પાકાર, વાંકીચૂકી અને અનિયમિત જ હોય છે. આ જ કારણથી લોકના ચિત્રોને ભૌગોલિક નકશા તરીકે
સ્વીકારી શકાય તેમ નથી. ૪. કોઈપણ જાતની શંકા વગર વિજ્ઞાને એ સાબિત કરી
આપ્યું છે કે મધ્યલોકની વચ્ચે કેન્દ્રમાં રહેલ જંબુદ્વીપમાં ભરતક્ષેત્રની ઉત્તરે આવેલ મહાવિદેહક્ષેત્ર અને દેવકુરુ તથા ઉત્તરકુરુ ક્ષેત્ર, જેમાંથી દેવકુરુ અને ઉત્તરકુરુ ક્ષેત્ર