________________
જૈન લોકના ચિત્રની સાંખ્યિકી પદ્ધતિ દ્વારા વ્યાખ્યાની આવશ્યકતા 95
આપણા ભરત ક્ષેત્રની ઉત્તરમાં છે અને નિષધ અને નીલવંત પર્વત તરફ પ૩૦૦૦ ચોજન પહોળા છે, તેથી તેની પૂર્વમાં આવેલ મહાવિદેહની ૧૬ વિજયને પૂર્વ મહાવિદેહ કહે છે અને તે આપણા ભરત ક્ષેત્રની ઉત્તરપૂર્વ દિશામાં આવેલ છે. તે જ રીતે પશ્ચિમ તરફની ૧૬ વિજયને પશ્ચિમ મહાવિદેહ કહે છે અને તે આપણા ભરત ક્ષેત્રની ઉત્તર-પશ્ચિમ દિશામાં આવેલ છે. આ બંને મહાવિદેહ અને દેવકુરુ તથા ઉત્તરકુરુ ક્ષેત્ર આપણી આ વર્તમાન પૃથ્વી ઉપર તો નથી જ. આ નકશામાં બે ક્ષેત્ર વચ્ચે કોઈ જ વિશેષ અંતર બતાવવામાં આવ્યું નથી. તો પછી જે વિસ્તારો એકબીજા સાથે જોડાયેલા જ નથી તેવા ભિન્ન ભિન્ન વિસ્તારોને એક સાથે બતાવવા માટેની કઈ પદ્ધતિ હશે કે જેનો આશ્રય આ લોકના ચિત્રમાં લેવામાં આવ્યો છે? ભૌગોલિક નકશા કે જેને એરિયલ પ્રોજેક્શન કહે છે તેમાં તે આ રીતે બતાવી શકાય તેમ નથી. ફક્ત સાંખ્યિકી પદ્ધતિમાં જ આ રીતે
બતાવી શકાય છે. ડૉ. જીવરાજ જેનનું આ સંશોધન હજુ પ્રાથમિક કક્ષામાં છે એમ કહી શકાય અથવા તો આ પ્રકારના સંશોધનનો પ્રારંભ થઈ રહ્યો છે. ખરેખર, વિજ્ઞાનના ક્ષેત્રમાં કોઈ સંશોધન અંતિમ હોતું નથી. તેથી અમારા આ સંશોધન પછી સમગ્ર જૈન સમાજમાં ભયંકર હલચલ મચી જાય તેવી સંભાવના છે અને બીજા અનેક પ્રશ્નો ઉપસ્થિત થઈ શકે છે. કોઈપણ વિજ્ઞાની સંપૂર્ણ જ્ઞાની નથી માટે તેની કલ્પના શક્તિ અને વિચારવાની એક મર્યાદા હોય છે. તેનો સ્વીકાર કરીએ તો અમારા આ સંશોધન પછી જે કોઈ પ્રશ્નો ઉપસ્થિત થશે તેનું પણ સમાધાન મળી જ રહેશે. કદાચ અત્યારે ન મળે તો ભવિષ્યના કોઈ વિજ્ઞાની કે ચિંતક તેનો ઉકેલ સૂચવશે માટે સંશોધનની આ પ્રક્રિયા નિરંતર ચાલુ