________________
જૈન લોકના ચિત્રની સાંખ્યિકી પદ્ધતિ દ્વારા વ્યાખ્યાની આવશ્યકતા 93
પ્રથમ જંબુદ્વીપ, બીજો ધાતકી ખંડ, ત્રીજો પુષ્કરવાર દ્વીપ, ચોથો વારુણિવર દ્વીપ, પાંચમો ક્ષીરવર દ્વીપ, છઠ્ઠો વૃતવર દ્વીપ, સાતમો ઇક્ષુરસ દ્વીપ, આઠમો નંદીશ્વર દ્વીપ, નવમો અરુણવર દ્વીપ વગેરે અસંખ્ય દ્વીપો છે.
पढमे लवणो बीए, कालोदहि सेसएसु सव्वेसु । दीवसमनामया जा, सयम्भूरमणोदही चरमो ।। १० ।।
(સધુ ક્ષેત્ર સમાસ, સાથ-૨૦)
बीओ तइओ चरमो, उदगरसा पढमचउत्थपञ्चमगा । छट्ठोवि सनामरसा, इक्खुरसा सेस जलनिहिणो ।।
(તપુ ક્ષેત્ર સમાસ, Tથા-) પ્રથમ લવણ સમુદ્ર, બીજો કાલોદધિ સમુદ્ર અને તે પછી જે દ્વીપ હોય તે જ દ્વીપના નામવાળો સમુદ્ર હોય છે. છેલ્લે સ્વયંભૂરમણ નામનો દ્વીપ અને તે પછી સ્વયંભૂરમણ નામનો સમુદ્ર છે. બીજો સમુદ્ર, ત્રીજો સમુદ્ર અને છેલ્લો સમુદ્ર સ્વાભાવિક પાણીવાળા છે. જ્યારે પહેલો સમુદ્ર, ચોથો સમુદ્ર, પાંચમો સમુદ્ર અને છઠ્ઠો સમુદ્ર તે તે નામવાળા રસ જેવા પાણીવાળા છે. જ્યારે સાતમા સમુદ્રથી લઈને અન્ય સર્વે સમુદ્ર ઇફ્ફરસ જેવા પાણીવાળા છે. આ ઉપરથી એક પ્રશ્ન એ થાય કે તિસ્કૃલોકમાં દર્શાવેલ આ પ્રકારના પ્રવાહીના સમુદ્ર હોય તેવી પૃથ્વીઓ જ્યોતિષ્ક લોક કે જેમાં માત્ર પ્રકાશ ઉત્સર્જિત કરતા અવકાશી પદાર્થો જ હોય છે તેમાં કઈ રીતે હોઈ શકે ? આ માટેની વૈજ્ઞાનિક સમજ સાવ સરળ છે. વિવિધ