________________
92
શું જૈન ભૂગોળ-ખગોળ સાચી છે? ભૌગોલિક પદ્ધતિના નકશામાં આ શક્ય જ નથી. તે કારણથી જ પૂર્વના મહાપુરુષોએ આ સાંખ્યિકી પદ્ધતિ દ્વારા બ્રહ્માંડનું વર્ણન કરેલ છે. સાંખ્યિકી પદ્ધતિના સમર્થનમાં અન્ય સંદર્ભ : લોકના પ્રાચીન ચિત્રો એ સાંખ્યિકી પદ્ધતિમાં જ છે. તે અંગે ઐતિહાસિક સંદર્ભ અને ઉપર બતાવેલ તાર્કિક કારણો સિવાય નીચે જણાવેલ કારણો પણ તેની સત્યતા પુરવાર કરે છે. ૧. કેપ્લર મિશન (Kepler mission) અને ભારતના આબુ
પર્વત ઉપર આવેલી આકાશદર્શનની પ્રયોગશાળા અર્થાત્ વેધશાળામાં પણ આ પ્રકારના અવલોકનો કરવામાં આવે છે. તે દ્વારા હમણાં જ શોધી કાઢવામાં આવ્યું છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં આપણી આકાશગંગા કે જેને જ્યોતિષ્ક લોક કહે છે તેમાં વિચિત્ર પ્રકારના પ્રકાશનું પરાવર્તન કરનારા પૃથ્વી જેવા ૧૫૦૦ ગ્રહ છે. વળી પ્રકાશનું ઉત્સર્જન કરતા અન્ય અવકાશી પદાર્થોમાં તેનો સમાવેશ થતો નથી. અર્થાત્ તે સૂર્ય કે તારો નથી. એ સિવાય આ ૧૫૦૦ પૃથ્વી જેવા ગ્રહો ઉપર તેલ જેવા, દૂધ જેવા કે અન્ય ફળોના રસ જેવા પ્રવાહી હોવાના પણ સંકેત પ્રાપ્ત થયા છે. આ વાતનો જે ન ધર્મ ગ્રંથો માં પ્રાપ્ત તિર્થાલોકમાં દર્શાવેલ ક્ષીરવર સમુદ્ર, ધૃતવર સમુદ્ર, ઇફ્ફરસવર સમુદ્રના વર્ણન સાથે મેળ મળે છે. पढमो जंबू बीओ, धायइसंडो अ पुक्खरो तइओ । वारुणिवरो चउत्थो, खीरवरो पंचमो दीवो ।।६।। घयवर दीवो छठ्ठो, इक्खुरसो सत्तमो अ अठ्ठमओ । णंदीसरो अ अरुणो, णवमो इच्चाइऽसंखिज्जा ।।७।।
(fધુ ક્ષેત્ર સમાસ, સાથ-૬,૭)