________________
જૈન લોકના ચિત્રની સાંખ્યિકી પદ્ધતિ દ્વારા વ્યાખ્યાની આવશ્યકતા 91
સ્વતંત્ર રીતે દર્શાવી શકાતા નથી. અસંખ્ય તારાઓ હોવાથી એ શક્ય પણ નથી.
બંને પદ્ધતિના નકશાનું કાર્યક્ષેત્ર : ૧. સાંખ્યિકી પદ્ધતિનું કાર્યક્ષેત્ર : સમગ્ર બ્રહ્માંડ સંબંધી
સાંખ્યિકી પદ્ધતિમાં અર્થાત્ ચાર્ટમાં આવેલ વલયાકાર કે અન્ય કોઈપણ ભૌમિતિક આકાર સમગ્ર બ્રહ્માંડમાં રહેલ સજીવ કે અજીવ એક સરખા પ્રકારના કે એક સરખી અવસ્થામાં રહેલ પદાર્થોને સામૂહિક રીતે દર્શાવે છે. આ પદ્ધતિમાં સમગ્ર બ્રહ્માંડના દરેક પદાર્થોને તેની વિશિષ્ટતા સાથે અને પરસ્પરના અંતર સાથે સ્વતંત્ર રીતે દર્શાવવા શક્ય નથી. આ પદ્ધતિમાં ભૌગોલિક નકશાની માફક જે તે વિસ્તારના અક્ષાંશ કે રેખાંશ કે ઊંચાઈ વગેરે પણ દર્શાવવા શક્ય નથી. ૨. ભૌગોલિક નકશાનું કાર્યક્ષેત્ર : ભૌગોલિક નકશામાં
બાહ્યાવકાશમાંથી દેખાતા વાસ્તવિક ચિત્ર સ્વરૂપે ઉચિત સ્કેલમાપમાં દર્શાવવામાં આવે છે ત્યારે તેમાં લગભગ બધા જ પ્રકારની વિશિષ્ટતા તેમાં દર્શાવી શકાય છે. આ પદ્ધતિનો ઉપયોગ નાના પદાર્થો કે નાના નાના વિસ્તાર ધરાવતા ક્ષેત્રો માટે થઈ શકે છે. અને તેમાં જે તે ક્ષેત્રના વાસ્તવિક આકાર અને સ્થાન પણ દર્શાવી શકાય છે. આ પ્રકારના નકશામાં દરેક પદાર્થની વિવિધ લાક્ષણિકતાઓ ભિન્ન ભિન્ન રંગની પૂરણી દ્વારા દર્શાવી શકાય છે. આ બંને પદ્ધતિના તફાવત તથા કાર્યક્ષેત્ર અને સ્વરૂપ અંગે વિગતવાર અભ્યાસ પૂર્વે આપી દીધો છે. અને તેમાં જણાવ્યું છે કે ચાર્ટ પદ્ધતિ અર્થાત્ સાંખ્યિકી પદ્ધતિ જ સમગ્ર બ્રહ્માંડના અનંતા પદાર્થોનું એક સાથે નિરૂપણ કરવા માટે સક્ષમ છે.