________________
90
શું જૈન ભૂગોળ-ખગોળ સાચી છે? સાંખ્યિકી પદ્ધતિના ચાર્ટમાં વિવિધ લાક્ષણિકતાઓ બતાવી શકાતી નથી. તથા પર્વત અને નદી વગેરેના માત્ર વિસ્તાર કે જથ્થાને એકત્ર કરીને સામૂહિક રીતે દર્શાવાય છે.
૪. ભૌગોલિક પદ્ધતિમાં ગ્રહ જેવા દરેક નાના પદાર્થને તેના કદ, પરસ્પરનું અંતર વગેરે બધી માહિતી સ્વતંત્ર રીતે દર્શાવી શકાય છે. તેમાં કદાચ પરસ્પરનું અંતર કદના સ્કેલમાપ કરતાં ભિન્ન સ્કેલમાપમાં બતાવી શકાય છે.
સાંખ્યિકી પદ્ધતિમાં બધા જ ગ્રહોના દ્રવ્યને સામૂહિક રીતે ભૌમિતિક આકૃતિમાં દર્શાવાય છે પરંતુ અલગ અલગ બતાવી શકાતા નથી. તે જ રીતે જમીન વિસ્તાર અને પાણી અર્થાત્ સમુદ્રનો વિસ્તાર પણ બધા જ ગ્રહોનો સંયુક્ત રીતે ભૌમિતિક આકૃતિમાં જ બતાવાય છે. પરંતુ સ્વતંત્ર રીતે દર્શાવાતો નથી. ગ્રહો વચ્ચેના પરસ્પરના અંતરને અથવા બે પદાર્થો વચ્ચેના ખાલી અવકાશને બતાવવામાં આવતો નથી કારણ કે તેની કોઈ આવશ્યકતા નથી અને તેનું કોઈ મહત્ત્વ કે ઉપયોગ પણ નથી.
પ. બ્રહ્માંડના ભૌગોલિક નકશામાં ગેલેક્સી અર્થાત્ ભિન્ન ભિન્ન તારાવિશ્વો અલગ અલગ બિંદુઓ દ્વારા બતાવી શકાય છે અને તેને સમૂહમાં ભિન્ન ભિન્ન તારાવિશ્વ તરીકે બે પરિમાણવાળા ચિત્ર ફોટા સ્વરૂપે રાત્રિના આકાશદર્શન (Night view of Galaxies)ના સ્વરૂપમાં જોઈ શકાય છે.
સાંખ્યિકી પદ્ધતિમાં પ્રકાશનું ઉત્સર્જન કરતા બધા જ પદાર્થોને સંયુક્તરૂપે પટ્ટી ચાર્ટ કે વલયાકાર ચાર્ટના સ્વરૂપમાં દર્શાવાય છે. પરંતુ દરેક તારાને કે તારાવિશ્વને