________________
જૈન લોકના ચિત્રની સાંખ્યિકી પદ્ધતિ દ્વારા વ્યાખ્યાની આવશ્યકતા
વર્તમાન પૃથ્વીના વિવિધ ખંડો અને સમુદ્રોને ઉપર પ્રમાણે દર્શાવી શકાય છે.
89
ભૌગોલિક પદ્ધતિ અને સાંખ્યિકી પદ્ધતિની રજૂઆતના તફાવતને નીચે પ્રમાણે દર્શાવી શકાય છે.
૧. ભૌગોલિક પદ્ધતિના નકશામાં કોઈપણ પ્રદેશની જમીન વગેરે તેના અસલ આકારમાં દર્શાવાય છે. જે રીતે ઉપગ્રહમાંથી કે અવકાશમાંથી દેખાય છે, તેવા જ બતાવાય છે, જેને મર્કેટર પ્રોજેક્શન કહે છે.
સાંખ્યિકી પદ્ધતિમાં ભૌમિતિક આકૃતિમાં પટ્ટી ચાર્ટ રૂપે કે વર્તુળાકાર ચાર્ટ રૂપે માત્ર કુલ ક્ષેત્રફળ જ બતાવવામાં આવે છે, જેનો જે તે વિસ્તારના આકારની સાથે કોઈ સંબંધ હોતો નથી.
૨. ભૌગોલિક નકશામાં જે તે વિસ્તાર સંબંધી સમુદ્રનું ચોક્કસ સ્થાન અને આકાર જે રીતે ઉપગ્રહ દ્વારા બાહ્યાવકાશમાંથી દેખાય છે તે રીતે જ બતાવવામાં આવે છે.
સાંખ્યિકી પદ્ધતિના ચાર્ટમાં જે તે વિસ્તારના સમુદ્રના ચોક્કસ સ્થાન આકાર બતાવી શકાતા નથી. માત્ર વિભિન્ન સમુદ્રના વિસ્તારને સામૂહિક રીતે એકત્ર કરીને અને કુલ ક્ષેત્રફળ વિસ્તારના સ્વરૂપમાં બતાવાય છે.
૩. ભૌગોલિક નકશામાં જે તે વિસ્તારની વિવિધ લાક્ષણિકતાઓ અને સંબંધિત સ્થાન સાથે દર્શાવાય છે. પર્વત વગેરે પણ તેના વિવિધ સ્થાન, આકાર, માપ અનુસાર બતાવાય છે અને નદી વગેરે પણ તેના ચોક્કસ પાણીના જથ્થા, સ્થાન અને વાંકાચૂકા આકાર વગેરે એકસાથે દર્શાવાય છે.