________________
86.
શું જૈન ભૂગોળ-ખગોળ સાચી છે? કરી દેવાની સ્વતંત્રતા રજૂઆત કર્તાને આપવામાં આવે છે. આ કારણે બધા જ સજીવ અને નિર્જીવ પદાર્થો એક સાથે મૂકી દેવાય છે અને તેની માહિતી એક જ દૃષ્ટિપાતમાં મળી શકે છે. આ સાંખ્યિકી પદ્ધતિના ચાર્ટ સામાન્ય પણ હોઈ શકે અથવા વિવિધ પ્રકારની માહિતીયુક્ત અર્થાત્ વિશિષ્ટ પણ હોઈ શકે છે. આ પ્રકારના ચાર્ટને સમજવા માટે તેની લાક્ષણિકતાઓ, ઉપયોગિતા અને મર્યાદાઓને પણ ધ્યાનમાં રાખવી જોઈએ. સાંખ્યિકી પદ્ધતિનો ઉપયોગ :
બ્રહ્માંડના સાંખ્યિકી ચાર્ટમાં વલયાકાર કે કોઈપણ ભૌમિતિક આકૃતિ કોઈપણ એક કે વિવિધ પ્રકારના જીવરાશિને કે વિવિધ પ્રકારના અજીવ પદાર્થોને સામૂહિક રીતે દર્શાવે છે. આ પ્રકારના ચાર્ટ બનાવતી વખતે ભૌગોલિક નકશાની જમીન, પર્વતો, નદીઓ, સરોવર વગેરે વિવિધ માહિતીને સાંખ્યિકી સ્વરૂપમાં કઈ રીતે દર્શાવી શકાય તેની વિશિષ્ટ પદ્ધતિનો પણ ખ્યાલ હોવો જરૂરી છે. આ દરેક પદાર્થ સાંખ્યિકી પદ્ધતિમાં સામૂહિક સ્વરૂપે દર્શાવાય છે, તેને અલગ અલગ દર્શાવાતા નથી. દરેક પદાર્થની સ્વતંત્ર ઓળખ માત્ર જે તે પદાર્થના એકમની ટકાવારી દ્વારા આપી શકાય છે. તેની સ્પષ્ટતા નીચેના ઉદાહરણ દ્વારા થઈ શકે છે. સ્તંભ આલેખ કે વર્તુળાકાર આલેખ વસ્તીના પ્રમાણને તથા તેના અંગે પ્રત્યેક વ્યક્તિ દીઠ કરવામાં આવતા ખર્ચને સાંખ્યિકી પદ્ધતિમાં ડૉ. જીવરાજ જેને સમજાવી છે. અહીં પૃથ્વીના જમીન અને પાણીના વિસ્તારના સંદર્ભમાં તેનો ઉપયોગ બતાવીએ છીએ.