________________
જૈન લોકના ચિત્રની સાંખ્યિકી પદ્ધતિ દ્વારા વ્યાખ્યાની આવશ્યકતા 85 પદાર્થોની વિવિધ અવસ્થાની પુષ્કળ માહિતી કે જે લોકના નકશામાં પ્રાપ્ત થાય છે, તે કોઈ પણ સંજોગોમાં ભૌગોલિક નકશા સ્વરૂપે બતાવી શકાય તેમ નથી અને તેનો વિષય પણ બની શકે તેમ નથી. બ્રહ્માંડમાં રહેલ સર્વ પદાર્થોની માહિતી સામાન્ય મનુષ્યને સંક્ષેપમાં સહેલાઈથી પ્રાપ્ત થાય અને તે સરળતાથી સમજી શકે તે માટે આપણા મહાન ઋષિઓએ એક વિશિષ્ટ પદ્ધતિ દ્વારા સૂત્રમાં ગૂંથી લીધી છે. ભૌગોલિક નકશાની મર્યાદા હોવાના કારણે સંપૂર્ણ બ્રહ્માંડને દર્શાવવા માટે તે અસમર્થ છે. તેઓની પાસે અન્ય કોઈ વિશિષ્ટ કે ઉચિત પદ્ધતિ પણ નહોતી કે જેના દ્વારા તેઓ સમગ્ર બ્રહ્માંડના બધા જ પદાર્થોની માહિતી આપી શકે. પહેલાંના કાળમાં સૂત્રરૂપે માત્ર શાબ્દિક વર્ણન જ હતું પરંતુ નકશા કે ચિત્રો હતા નહિ. તે સૂત્રના આધારે પશ્ચાતર્તી મહામેધાવી આચાર્ય ભગવંતોએ આ ચિત્રોનું નિર્માણ કરાવ્યું છે. દેવદ્ધિ ગણિ ક્ષમાશ્રમણ સુધી તો કોઈ પણ પ્રકારનું શ્રુત કે આગમ લિપિબદ્ધ થયા જ નહોતા, તેથી લોકના ચિત્રો એ શ્રમણ ભગવાન શ્રી મહાવીરસ્વામીના નિર્વાણ બાદ ૧૦૦૦ વર્ષ પછી ચિત્રાંકિત કરાયા છે. આ ચિત્ર સ્વરૂપે રજૂ કરવામાં આવેલ માહિતી ખૂબ જ વ્યવસ્થિત રજૂ કરેલ છે અને તેમાં તે કાળના મહાપુરૂષોની પ્રચંડ મેધાના દર્શન થાય છે. તો એ પદ્ધતિ કઈ હશે અથવા છે, તે અંગે સંશોધન કે વિચાર કરવો ખૂબ જરૂરી છે. ડૉ. જીવરાજ જેને એ પુરવાર કર્યું છે કે સમગ્ર બ્રહ્માંડના દેશ્ય અને અદેશ્ય બધા જ અવકાશી પદાર્થોને તથા તેના વિવિધ સ્વરૂપોને ફક્ત સાંખ્યિકી પદ્ધતિ દ્વારા જ લોકો સમક્ષ રજૂ કરી શકાય છે. આ પદ્ધતિમાં વિવિધ અવકાશી પદાર્થો વચ્ચેના અંતરને ગણતરીમાં લેવાનું હોતું જ નથી. મતલબ કે તે શૂન્ય