________________
84
શું જેન ભુગોળ-ખગોળ સાચી છે? અર્થાત્ Bottle view of the Universe તરીકે છે? ડૉ. જીવરાજ જેનના સંશોધન અનુસાર જૈન પરંપરામાં દર્શાવેલ લોકનું સ્વરૂપ એ માત્ર સાંખ્યિકી ચાર્ટ છે, જેમાં સમગ્ર બ્રહ્માંડના સર્વ પદાર્થોને તેના વિવિધ સ્વરૂપ અનુસાર વર્ગીકૃત કરી પદાર્થોના વિવિધ લક્ષણોયુક્ત સામૂહિક જથ્થાના સ્વરૂપમાં વલયાકારમાં કે પટ્ટીના સ્વરૂપમાં દર્શાવવામાં આવ્યા છે. લોકમાં રહેલ સજીવ અને નિર્જીવ સર્વ પદાર્થોને તેની વિવિધ અવસ્થાઓ, વિવિધ પર્યાય અને વિવિધ કક્ષા અનુસાર વર્ગીકરણ કરીને ખૂબ જ વ્યવસ્થિત સ્વરૂપમાં એક જ નજરે સામાન્યમાં સામાન્ય બુદ્ધિ ધરાવતા મનુષ્યને પણ ખબર પડી જાય તે રીતે ગોઠવીને બતાવેલ છે.
લોકના નકશાને કોઈ ચોક્કસ પ્રકારના સ્વરૂપમાં સમજણનું મહત્ત્વ :
સર્વજ્ઞ પ્રભુએ દર્શાવેલ લોકના નકશાને કોઈ ચોક્કસ પ્રકારના સ્વરૂપમાં સમજાવવો બહુ જ અગત્યનું છે. આપણા પ્રાચીન કાળના મહર્ષિઓએ કોઈ ચોક્કસ પદ્ધતિમાં પ્રસ્થાપિત તાર્કિક નિયમો વગર સૂત્રના સ્વરૂપમાં દર્શાવેલ પદ્ધતિસર, સંક્ષેપમાં લોકમાં રહેલ સર્વ પદાર્થોને રજૂ કરવા શક્ય નથી. ઉપર દર્શાવેલ વિશાળ માહિતી અને તેની વિવિધ લાક્ષણિકતાઓના આધારે એમ કહી શકાય કે બહુજ વિશાળ ખાલી અવકાશ ધરાવતા આ બ્રહ્માંડને તેના અસલ સ્વરૂપમાં એટલે કે ભૌગોલિક નકશા સ્વરૂપે કે જેને વિજ્ઞાનની પરિભાષામાં મર્કટર પ્રો જે કશન “Mercator projection” અથવા “Aerial projection” જેને સેટેલાઈટ વ્યુ “Satellite view” કહે છે, તે રીતે દર્શાવવું શક્ય જ નથી. વિશાળ માહિતી અને પોગલિક