________________
જૈન લોકના ચિત્રની સાંખ્યિકી પદ્ધતિ દ્વારા વ્યાખ્યાની આવશ્યકતા 83 ભૂગોળ-ખગોળ સાથે કોઈપણ રીતે સંબંધ ધરાવતી નથી. કેટલાક સંશોધકોએ ભરતક્ષેત્રને એશિયા સાથે સરખાવવા પ્રયત્ન કર્યો છે. પરંતુ તેમાં પણ ઘણા પ્રશ્નો પેદા થાય છે. તો નારાયણલાલ કછારાએ મધ્યલોકમાં આવેલ અસંખ્ય દ્વીપને વિભિન્ન ગેલેક્સી તરીકે સરખાવી છે અને સમુદ્રોને રિક્ત અવકાશ તરીકે માન્યા છે. તેઓએ જંબુદ્વીપને આપણી આકાશગંગા (Milky-way) તરીકે માની છે અને ધાતકી ખંડને પાડોશમાં આવેલી એન્ડોમેડા (Andromeda) ગેલેક્સી તરીકે બતાવી છે પરંતુ તેમને કરેલ આ સરખામણીમાં બીજા કોઈપણ પ્રકારની જમીન, પર્વત, નદી વગેરેની સરખામણી થઈ શકતી નથી તેથી તેમની આ તુલના સ્વીકારી શકાય તેમ નથી. રૂડી જાન્સમા (Rudi Jansma) નામના પરદેશી વિદ્વાને તેમના પુસ્તક Cosmos”માં જંબુદ્વીપમાં વર્તમાન પૃથ્વીના વિવિધ ખંડોને પ્રતિકાત્મક રીતે દર્શાવ્યા છે. જ્યારે અસંખ્ય દ્વીપ અને અસંખ્ય સમુદ્રોને જે તે દ્વીપના ચુંબકીય ક્ષેત્ર તરીકે દર્શાવ્યા છે. તે સિવાય તેમના અન્ય અભિપ્રાય પણ અન્ય ગુંચવણ પેદા કરે છે. તેથી તે પણ સ્વીકારી શકાય તેમ નથી. વિવિધ વિદ્વાનોના આ પ્રકારના પ્રયત્નો એમ દર્શાવે છે. જેના પરંપરામાં દર્શાવેલ લોકનું સ્વરૂપ એ ભોગોલિક નકશા સ્વરૂપમાં તો નથી જ. તો પછી એ કયા સ્વરૂપમાં છે? તે અંગે વિચાર કરવો અનિવાર્ય છે. તેના અંગે બહુ જ સૂક્ષ્મતાથી વિચાર કરતાં લાગે છે કે લોકના નકશા એ બ્રહ્માંડનું સર્વગ્રાહી દર્શન અર્થાત્ Panoramio view અથવા લોકમાં આવતા સારભૂત પદાર્થોને ગ્રાફિક સ્વરૂપમાં દર્શાવતો અને તે સિવાયના પદાર્થોને નહિ દર્શાવતા નકશા સ્વરૂપે મતલબ Schematic diagram અથવા એક શીશીમાં બંધ વિશ્વ સ્વરૂપ આકૃતિ