________________
શું જૈન ભૂગોળ-ખગોળ સાચી છે? છેલ્લા કેટલાક સૈકાઓથી લોકો આ પદ્ધતિમાં અપનાવેલ ચાર્ટના અસલ સ્વરૂપની સમજ ભૂલી ગયા છે અને તેને વર્તમાન ભૌગોલિક નકશા અનુસાર તેનું વર્ણન કરે છે અને સમજાવે છે. તેઓને ભૌગોલિક નકશાના સ્વરૂપ અને વિભાવના તથા સાંખ્યિકી પદ્ધતિના સ્વરૂપ અને વિભાવનાની ખબર નથી, તે કારણથી તેઓ આ પ્રકારની ગેરસમજ પેદા કરે છે. આ ગેરસમજ અને ખોટી વિભાવનાના કારણે પરમાત્માએ દર્શાવેલ પિક્ટોગ્રાફના મહત્વને ઘટાડી નાખે છે. આ જ કારણે કુદરતી જ પિટોગ્રાફના છેલ્લા સૈકામાં આધુનિક વિજ્ઞાન દ્વારા કરવામાં આવેલ સંશોધન સાથે વિસંગતિઓ અને વિચિત્ર પ્રશ્નો પેદા કરે છે. છેલ્લા સૈકામાં કૃત્રિમ ઉપગ્રહો અને રિમોટ સેન્સિંગ કેમેરાની મદદથી સંશોધન કરવામાં આવ્યા છે, જે આશ્ચર્યકારક છે. તેથી લોકના નકશાના અસલ સ્વભાવ અર્થાત્ પ્રકાર અંગે તેની મૂળભૂત પદ્ધતિની વિભાવના અનુસાર સંશોધન કરવું જરૂરી છે. મહેન્દ્ર કે. જેન, અમિત જૈન અને નારાયણલાલ કછારા જેવા ઘણા સંશોધકોએ વિવિધ પ્રકારની વિચારધારા રજૂ કરી વર્તમાન ભૂગોળમાં દર્શાવેલ વિવિધ ખંડો – જેવા કે એશિયા, યુરોપ, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, અમેરિકા, વિવિધ પર્વતો, નદીઓ સાથે પ્રાચીન કાળના ઋષિઓએ દર્શાવેલ લોકના મધ્યભાગ અર્થાત તિલોકમાં દર્શાવેલ ખંડો, પર્વતો, નદીઓ સાથે સરખામણી કરવાનો પ્રયત્ન કર્યો છે. આમ છતાં લોકના નકશા આલંકારિક રીતે સુશોભિત કરેલ હોવાથી જંબુદ્વીપ અને તેની અંદર તથા બહારની તરફ આવેલ લવણ સમુદ્ર સાથે કેટલીય બાબતો કોઈપણ રીતે સુસંગત થઈ શકતી નથી. એ સાથે અન્ય દ્વીપ અને સમુદ્રની વાત પણ આધુનિક