________________
શું જૈન ભૂગોળ-ખગોળ સાચી છે? જે ભાષા અને લિપિમાં આ બધી હકીકત સમજાવેલી હતી તે પદ્ધતિને આપણે ભૂલી ગયા છીએ. ઈતિહાસ દર્શાવે છે કે ગુરુ-શિષ્યની મૌખિક જ્ઞાન પરંપરામાં કેટલીય મહત્ત્વપૂર્ણ જ્ઞાનની કડી સ્વરૂપ માહિતી વિસ્મૃત થઈને લુપ્ત થઈ ગઈ છે. આ જ કારણથી બ્રહ્માંડના વિસ્તાર માટે પ્રયોજાયેલ રાજલોકના માપને અસંખ્ય યોજન પ્રમાણ બતાવવામાં આવ્યું છે. બાકી તો તેઓ સર્વજ્ઞ હતા અને તે માપની ખબર હોય છતાં તેને અસંખ્ય યોજના કહીને વાત પૂર્ણ કરી છે.
આ પ્રકારના પદાર્થોની સમજ આપવા માટે શાસ્ત્રકારો અસ. કલ્પનાનો આશ્રય લે છે. જેમ કે અન્તર્મુહૂર્તના અસંખ્યાત પ્રકાર છે, તો તેને સમજાવવા માટે અસંખ્યાતને એક સંખ્યા સ્વરૂપમાં ધારી લેવામાં આવે. જેમ કે એક કરોડ છે તેનો અસંખ્યાતમો ભાગ એટલે માનો કે ૧૦૦ની સંખ્યા અને તેનો પણ અસંખ્યાતમો ભાગ એટલે ૧૦ અથવા ૧ પણ હોઈ શકે. આ જ રીતે વિશ્વનું અથવા બ્રહ્માંડનું સ્વરૂપ પ્રભુએ આપણા જેવા અલ્પજ્ઞ સરળતા પૂર્વક સમજી શકે તે માટે ચૌદ રાજલોકના સ્વરૂપે સમજાવ્યું છે.