________________
પ્રાચીન મહર્ષિઓએ રજૂ કરેલ લોકની સમીક્ષા
79 આમ છતાં સર્વજ્ઞ ભગવંતોએ એક અતિ સરળ અને અભૂત ગાણિતિક ઉપાય અજમાવીને સામાન્ય મનુષ્યને તેની ભાષામાં સમજાવ્યું હશે. શક્ય છે કે તે પદ્ધતિ કાલાંતરમાં લુપ્ત/વિસ્મૃત થઈ ગઈ હોય. અને આજે આપણે તે સમજી શક્યા નથી. અત્યારે એ પદ્ધતિની સંજ્ઞા અથવા સાંકેતિક પરિભાષાને સમજવાની જરૂર ઊભી થઈ છે. આ વિશિષ્ટ ચિત્રલિપિ અથવા શેલી દ્વારા પ્રભુએ આપણને નીચેના પ્રશ્નોના સરળતાથી બોધગમ્ય રીતે પ્રત્યુત્તર આપ્યા છે.
૧. બ્રહ્માંડનો વિસ્તાર કેટલો છે ? ૨. દેવ અને નરકના જીવો કેટલી જગ્યાએ? અને કેવી રીતે
રહે છે? ૩. કેટલી જગ્યાએ મનુષ્યો રહે છે? તેમનો આધ્યાત્મિક વિકાસ કેટલો ? અને કેવો હોઈ શકે? કેટલી કર્મભૂમિ
છે ? અને કેટલી અકર્મભૂમિ છે? ૪. બ્રહ્માંડના કયા કયા ક્ષેત્રમાં કેવલી અથવા તીર્થકર
વિચરે છે? અથવા હોવાની શક્યતા છે ૫. આપણી પૃથ્વી જેવી બીજી કેટલી પૃથ્વીઓ છે? કે જ્યાં
આપણા જેવી કાળની વ્યવસ્થા અર્થાત્ ૬ આરાની
વ્યવસ્થા છે? ૬. કેટલા ક્ષેત્રમાં ત્રસ અર્થાત્ હાલતા ચાલતા મતલબ
બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરિન્દ્રિય, તિર્યંચ પંચેન્દ્રિય, દેવ,
મનુષ્ય અને નારક જીવો રહે છે? ૭. દેવો અને નારકીઓની પૃથ્વીઓ કેટલી અને કેવી છે?