________________
78
શું જૈન ભૂગોળ-ખગોળ. સાચી છે? અસંખ્ય તારાવિશ્વો છે, તેમાંના કોઈપણ ગ્રહ ઉપર અથવા અનેક ગ્રહો ઉપર અનેક પ્રકારના જીવ અને તે આપણા જેવા અથવા આપણા કરતાં ભિન્ન પ્રકારના હોઈ શકે છે. પરંતુ આ જવાબ માત્ર કલ્પનાથી વધુ કાંઈ નથી. તેનું કારણ એટલું જ કે આપણે આ અંગે કાંઈ જ ચોક્કસ સ્વરૂપે જાણતા જ નથી. આનો જવાબ માત્ર આપણી બુદ્ધિ કે તર્ક ઉપર આધાર રાખે છે.
હવે આ જ પ્રશ્ન કોઈક સર્વજ્ઞને પૂછવામાં આવે તો તેમનો શું જવાબ હોય? ઉત્તર આપવો બહુ જ અઘરો છે. તેઓ બધું જ જાણતા હોવા છતાં આપણા જેવા અલ્પ બુદ્ધિ ધરાવનારાને કઈ રીતે સમજાવી શકાય ? કારણ કે સંપૂર્ણ બ્રહ્માંડમાં અસંખ્ય તારાઓ અને ગ્રહો વગેરે છે તે સર્વના નામકરણ દ્વારા પણ કહી શકાય તેમ નથી. જરા વિચાર કરો કે અસંખ્ય તારાઓમાં જે તારાઓના ગ્રહ સ્વરૂપ પૃથ્વી કે જેની ઉપર મનુષ્ય છે તેની ઓળખ કઈ રીતે આપવી ? આ પ્રકારના ગ્રહ પરસ્પર કેટલા દૂર છે? અને ક્યાં છે? તે સામાન્ય મનુષ્યને સમજાવવું અઘરું છે. આ વાત અત્યારના ભૌગોલિક નકશા દ્વારા સમજાવવી અશક્ય છે. ત્યાં સુધી કે અત્યારના મહાન બુદ્ધિશાળી અને વિજ્ઞાન શાખાની વિવિધ પ્રકારની વૈજ્ઞાનિક પરિભાષાઓના જાણકાર વિજ્ઞાનીઓને પણ સમજાવવું અશક્ય છે. ધારો કે ૧૦૦૦ તારાઓના પરિવારમાં આવેલ પૃથ્વી ઉપર મનુષ્યોની વસ્તી છે. તે બધી આ બ્રહ્માંડમાં અત્ર તત્ર છૂટીછવાયી પથરાયેલી છે. તે અસંખ્ય તારાઓમાંથી તે તારાઓને અલગ બતાવવા અને તેનું સ્થાન તથા આકાર અને પરસ્પરનું અંતર કઈ રીતે બતાવી શકાય ? આ પ્રશ્નનું સમાધાન મેળવવું આજ સુધી શક્ય બન્યું નથી.