________________
પ્રાચીન મહર્ષિઓએ રજૂ કરેલ લોકની સમીક્ષા
77 ભૂગોળ-ખગોળના જ્ઞાનને પ્રમાણિત કરે છે. તે સમયના કોઈપણ નકશામાં પૃથ્વીના કોઈપણ પ્રદેશને ગોળાકારમાં દર્શાવેલ નથી. આમ છતાં જૈન ભૂગોળમાં દરેક પ્રદેશને વર્તુળાકારમાં દર્શાવવાનું કારણ શું? વીરનિર્વાણની ત્રીજી શતાબ્દિમાં દશપૂર્વધર આર્ય સ્થૂલભદ્રના કાળમાં સમ્રાટ સિકંદર(ઈ.સ. પૂર્વે ૩૫૬-૩૨૩)ના વિશ્વવ્યાપી વિજયના અભિયાનનો માર્ગ પણ આજની ભૂગોળ પ્રમાણે જ હતો. તો પણ આગમપ્રવક્તા દરેક આચાર્યોએ વિશ્વના નકશાને ચૌદ રાજલોકના સ્વરૂપમાં જ શા માટે પ્રસ્તુત કર્યો? ભરતક્ષેત્રના સ્વરૂપમાં કુદરતી કિનારાના પ્રદેશને તેના મૂળ. સ્વરૂપમાં કચ્છના અખાત, ખંભાતના અખાત, નીચે શ્રીલંકાની ઉત્તર ભારતના પ્રદેશને તે પછી બંગાળના ઉપસાગર સહિત દર્શાવવાને બદલે અર્ધચંદ્રાકાર સ્વરૂપમાં માગધ, વરદામ અને પ્રભાસ સ્વરૂપ કાલ્પનિક તીર્થ સ્વરૂપ ટાપુઓ યુક્ત શા માટે દર્શાવ્યો ? અધોલોક અને ઉદ્ગલોકને મધ્યલોકની નીચે તથા ઉપર રાખવામાં આવ્યા તો શું ખરેખર તે પ્રમાણે છે ખરું? આ બધા પ્રશ્નોના ઉત્તર મેળવવા માટે આપણી જૈન ભૂગોળખગોળના નકશા અંગે એક અલગ જ વિભાવનાથી પરિષ્કૃત કરીએ.
આ પ્રશ્નનો ઉત્તર પ્રાપ્ત કરતાં પહેલાં મૂળ વાતથી અલગ રીતે વિચારીએ. કોઈ પણ વ્યક્તિ આપણને પ્રશ્ન પૂછે કે બ્રહ્માંડમાં આપણી પૃથ્વી સિવાય ક્યાંય કોઈપણ પ્રકારના જીવ અથવા માનવસભ્યતા છે ખરી ? અને જો હોય તો ક્યાં ક્યાં છે? તો આનો જવાબ શું આપી શકાય ? તે માટે આપણી પાસે કોઈ જ માહિતી ઉપલબ્ધ નથી. એક સંભવિત ઉત્તર એ હોય શકે કે