________________
74
શું જૈન ભૂગોળ-ખગોળ સાચી છે? જૈન આગમ ગ્રંથો અને અન્ય ગ્રંથોમાં દર્શાવેલ જૈન દર્શન પ્રમાણેના બ્રહ્માંડ અર્થાત્ ચૌદ રાજલોકના ચિત્રમાં ઉંધા શકોરા જેવા અધોલોક જેમાં નારક પૃથ્વીઓ દર્શાવેલ છે, તેની ઉપર મધ્યલોક, જેમાં આપણી પૃથ્વીનો સમાવેશ થાય છે તે અને તેની ઉપર એક સીધા શકોરાની ઉપર ઉંધા મૂકેલા શકોરા જેવો ઉર્ધ્વલોક કે જેમાં દેવોના નિવાસસ્થાન છે.
આ વિશ્વસંરચના સમજવી પણ મુશ્કેલ છે. આપણી પોતાની ધરી ઉપર ફરતી પૃથ્વીની નીચે નરક અને ઉપર દેવલોક કઈ રીતે સંભવી શકે? આપણે પ્રત્યક્ષ જોઈએ છીએ કે પૃથ્વીની ઉપર વાદળી રંગનું આકાશ છે અને પૃથ્વીની નીચે અર્થાત્ પૃથ્વીના પેટાળમાં કે પૃથ્વીના નીચેના ભાગમાં કોઈ નરકાવાસ દેખાતા નથી. પૃથ્વીના પેટાળમાં વિવિધ ખનિજો અને તેની નીચે ધગધગતો લાવારસ સિવાય કાંઈ નથી અને પૃથ્વીની બીજી તરફ અર્થાત્ આપણી અપેક્ષાએ અમેરિકામાં રહેતા લોકોને પણ ત્યાં ઉપર વાદળી રંગનું આકાશ અને રાત્રિ હોય તો વિવિધ તારાઓ સિવાય કાંઈ દેખાતું નથી. મતલબ કે નરકાવાસ દેખાતા નથી. તો આપણી ઉપર પણ માત્ર આકાશ જ દેખાય છે. કોઈ દેવલોક કે સ્વર્ગલોક દેખાતા નથી. આ રીતે આપણને પ્રત્યક્ષપણે દેખાતા બ્રહ્માંડને અને જૈન દર્શન અનુસાર વર્ણવેલ બ્રહ્માંડની સાથે કોઈ મેળ મળતો નથી. દરેક દ્રષ્ટાની બુદ્ધિને તે પડકારે છે અને તેની બુદ્ધિનું અપમાન કરે છે. ખરેખર, જૈન દર્શને દર્શાવેલ બ્રહ્માંડના સ્વરૂપનો મતલબ કે હેતુ શું છે? કોઈપણ સાધુ કે જૈન વિદ્વાન તેનો જવાબ કેમ આપી શકતા નથી? એ વાત દરેકને ખટકે છે, મુંઝવે છે. સર્વજ્ઞ એવા કેવળજ્ઞાની તીર્થંકરે આપણે સમજાવવા માટે આ તે કેવી પદ્ધતિ અપનાવી છે કે તેનું વાસ્તવિક સ્વરૂપ સમજાતું નથી કે