________________
75
પ્રાચીન મહર્ષિઓએ રજૂ કરેલ લોકની સમીક્ષા
તેની સાંકેતિક ભાષા ઉકેલી શકાતી નથી. જૈન પરંપરામાં દર્શાવાયેલ બ્રહ્માંડનું સ્વરૂપ કોઈક નિષ્ણાત આયોજકે વ્યવસ્થિત રીતે ગોઠવીને બનાવ્યું હોય તેવું છે. બાકી કુદરતમાં ઘણી વસ્તુના આકાર અને તેમાંય ખાસ કરીને વિવિધ દેશો અર્થાત્ ક્ષેત્ર અને સમુદ્રો તો મોટે ભાગે અનિયમિત આકારના જ હોય છે, જ્યારે અહીં તે ચોક્કસ આકારમાં વ્યવસ્થિત ગોઠવીને બતાવ્યા છે. જે કુદરતી તો નથી જ. તેથી તે આશ્ચર્યકારક છે.
તો બીજી તરફ વર્તમાન ભૂગોળ-ખગોળ જેની માહિતી દૂરબીન કે રેડિયો ટેલિસ્કોપ જેવા અદ્યતન સાધનો દ્વારા કરવામાં આવેલ સીધા અવલોકનો દ્વારા પ્રાપ્ત થાય છે. બ્રહ્માંડની નિહારિકાઓમાં પરસ્પર એક બીજાને ગળી જતા તારાઓ અને અત્ર તત્ર છૂટાછવાયા સુપરનોવા તારાઓ અને નેબ્યુલા તારાઓ દેખાય છે. એટલે સ્વાભાવિક જ પ્રશ્ન પેદા થાય છે કે સર્વજ્ઞોએ બતાવેલ બ્રહ્માંડના સ્વરૂપથી વાસ્તવિક બ્રહ્માંડ કેમ અલગ દેખાય છે? વળી આ અસંખ્ય નિહારિકાઓ છૂટીછવાયી છે, તેઓનું સ્વરૂપ, આંતરિક સંરચના અને પરસ્પરનું અંતર પણ એક સરખું નથી. દરેકની ગતિ પણ અલગ અલગ છે, ઉંમર પણ ભિન્ન ભિન્ન છે. કોઈક નાશ પામી રહી છે તો કોઈક નવો જન્મ ધારણ કરી રહી છે. આ જ કારણે પ્રશ્ન પેદા થાય છે કે આ બ્રહ્માંડમાં દેખાતા તારાઓના સમૂહ અને અન્ય પદાર્થોને કયા સ્વરૂપે અને કયા સંદર્ભમાં લેવા તેનો કોઈ સંતોષકારક ઉપાય મળતો નથી. આથી જ લોકના સ્વરૂપ અંગે જિજ્ઞાસા પેદા થાય છે. પ્રાચીન કાળના ઇતિહાસ ઉપર દૃષ્ટિપાત કરતા જણાય છે કે ઈ.સ. પૂર્વે તે કાળના મનુષ્યોને ભૌગોલિક નકશાઓ અંગે ઘણી માહિતી હતી. તેમાંય ખાસ કરીને વિવિધ દેશોના