________________
73
પ્રાચીન મહર્ષિઓએ રજૂ કરેલ લોકની સમીક્ષા પણ આપે છે. આમ છતાં આજ દિન સુધી વર્તમાન વિજ્ઞાન સંસ્થાઓની અપેક્ષાએ એક પણ સિદ્ધાંતની પ્રાયોગિક સાબિતી આપી શક્યા નથી. તેઓને જૈન દર્શન અને આગમો ઉપર અતૂટ શ્રદ્ધા તો છે જ, પરંતુ તેમાં એક પ્રકારનું ઝનુન જોવા મળે છે. આ કારણે તેઓ વિજ્ઞાનની સાચી વાતને પણ સ્વીકારવા તૈયાર નથી. આ જ કારણે આપણા જૈન વિજ્ઞાનીઓ જેઓને શ્રદ્ધા છે અને જેમને આ અંગે આપણા પ્રબુદ્ધ આચાર્યો પાસે થી વિશેષ પ્રકારે સમાધાન મેળવવાની જિજ્ઞાસા હોવા છતાં આ વિજ્ઞાનીઓ તેમની સાથે ચર્ચા કરવા તૈયાર નથી. તો કેટલાક આચાર્યો આ વિષયમાં કોઈ સમાધાન આપી શકે તેવી સ્થિતિમાં ન હોવાથી તેઓ પણ વિજ્ઞાનીઓ સાથે ચર્ચા કરવા તૈયાર નથી.
ડૉ. જીવરાજ જૈન આ અંગે પોતાનો અભિપ્રાય તથા અનુભવ ટાંકતા કહે છે કે હું પોતે એક વૈજ્ઞાનિક હોવાના કારણે કેટલાક સાધુ માત્ર એમ કહીને મારી શોધ અંગે મારી સાથે વાત કરવાનું ટાળે છે કે વિજ્ઞાન તો હંમેશા બદલાતું રહે છે, તો અમે તમારી સાથે શું વાત કરીએ. અમને આગમમાં અતૂટ શ્રદ્ધા છે. તેથી અમે તો પરંપરાગત આવેલ જ્ઞાનમાં જ શ્રદ્ધા રાખીએ છીએ. જો કે મેં તેમને આધુનિક વિજ્ઞાન સમજવા માટે તો કાંઈ કહ્યું જ નહોતું. માત્ર આપણી લોકની વિભાવના સમજવા માટે જ પ્રયત્ન કરવા કહ્યું હતું. તેમ છતાં તેઓએ જે કહ્યું તે મને ઉચિત લાગ્યું નહિ.
આ મૂલ પદ્ધતિને બરાબર સમજી લેવામાં આવે તો વિદ્વાનોનું માનવું છે કે આ સાંખ્યિકી પદ્ધતિ જ સમગ્ર બ્રહ્માંડને સારી રીતે એક સાથે એક જ નજરમાં સમજવામાં ઉપયોગી છે. આ જ કારણથી લોકના સ્વરૂપની ભૂલ પદ્ધતિથી પુનર્ચાખ્યા કરવી જરૂરી છે.