________________
72
પ્રાચીન મહર્ષિઓએ રજૂ કરેલ લોકની સમીક્ષા
વર્તમાનમાં ઘણી જગ્યાએ એક મહત્ત્વના મુદ્દાની ચર્ચા થાય છે અને થતી રહે છે કે જૈન આગમોમાં વિશ્વનું અર્થાત્ બ્રહ્માંડનું જે સ્વરૂપ બતાવ્યું છે તે અને વિજ્ઞાનીઓ દ્વારા નિરૂપિત અને બાળપણથી જ નિશાળમાં ભણાવવામાં આવતું વિશ્વનું અર્થાત્ બ્રહ્માંડનું સ્વરૂપ એટલે કે ભૂગોળ-ખગોળની સાથે જરા પણ મેળ મળતો નથી. આપણને બાળપણથી જ ભણાવવામાં આવે છે કે પૃથ્વી નારંગી જેવી ગોળ છે અને અવકાશ યાત્રીઓએ અવકાશમાંથી પોતાની ધરી ઉપર ફરતી પૃથ્વીના ફોટા પણ પાડ્યા છે. વળી અત્યારે વિવિધ પ્રકારના કૃત્રિમ ઉપગ્રહોમાં મૂકેલા સૂક્ષ્મગ્રાહી કેમેરા દ્વારા પૃથ્વીની વિવિધ અવસ્થાના અને સાથે સાથે ચોક્કસ વિસ્તારના અને એક ચોરસ મીટર વિસ્તારમાં રહેલી દરેક ચીજ દર્શાવતા ફોટા લઈ શકે છે. આમ છતાં આપણને ખબર નથી પડતી કે આધુનિક વિજ્ઞાનને અને આપણા તીર્થકરોએ દર્શાવેલ બ્રહ્માંડના સ્વરૂપની સાથે તેનો મેળ કઈ રીતે મેળવવો? વળી આગમ અર્થાત્ જિનવાણી ખોટી હોઈ શકે જ નહિ, તો આ ગુંચવણનું શું સ્પષ્ટીકરણ આપવું? ઘણા વિદ્વાન સાધુઓએ, પંડિતોએ અને એન્જિનીયરોએ વિવિધ પ્રકારના નકશા અને મોડેલો બનાવીને ઉકેલ મેળવવા ઘણા પ્રયત્નો કર્યા પરંતુ એક પણ પ્રયત્ન સફળ થયો નથી. જંબૂઢીપની રચના, ચૌદ રાજલોકની રચના, જ્યોતિષ્કચક્રની રચના અને જૈન દર્શન અનુસાર શાસ્ત્રીય રીતે સૂર્ય, ચંદ્રના માંડલાની વિવિધ ગતિઓ દર્શાવતા નકશા પણ બનાવ્યા અને તે પ્રમાણે મોડેલો બનાવવામાં કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો છે. આ કાર્યમાં સાધુઓ શ્રાવકોને પ્રેરણા આપી કરોડો રૂપિયા સંશોધનમાં વાપરે છે અને પોતાનો કિંમતી સમય