________________
જૈન બ્રહ્માંડ - લોક અને આધુનિક બ્રહ્માંડ
अनभिलाप्यानामानन्त्यम् । ते तु अनभिलाप्याः वागतिशयवद्भिस्तीर्थकृद्भिरपि वक्तुमशक्याः । अथाभिलाप्या अपि अनन्तास्तानपि सर्वान् वक्तुं न क्षमा अर्हदादयः । आयुषः परिमितत्वाद् वाचः क्रमवर्तित्वाच्च । याँश्च भावाँस्तीर्थंकरा भणन्ति, ताननन्तभागोनान् गणेशा अवधारयन्ति । अवधृताँश्च अनन्तभागहीनान् सूत्रे निबध्नन्ति । यदुक्तं -
पन्नवणिज्जा भावा अनन्तभागो उ अणभिलप्पाणं । पन्नवणिज्जाणं पुण, अणंतभागो उ सुयनिबद्धा ||
71
(જંબૂઢીપલઘુસંગ્રહણી ટીકા રૃ.૧૦)
તેથી પરમાત્માએ દર્શાવેલ બ્રહ્માંડનું સ્વરૂપ સત્ય હોવા છતાં આપણી સમજ બહાર છે. તેની લુપ્ત થયેલ સમજ પુનઃ પ્રસ્થાપિત કરવી જરૂરી લાગે છે.
ડૉ. જીવરાજ જૈન આપણા આગમોમાં દર્શાવેલ લોકના આ સ્વરૂપને આલંકારિક સુશોભનયુક્ત ચિત્ર કહે છે. વાસ્તવમાં જે સ્વરૂપે લોકના ચિત્રમાં બતાવ્યું છે તે પ્રમાણે બ્રહ્માંડનું સ્વરૂપ નથી. તેવું ડૉ. જીવરાજ જૈનનું પોતાનું ચિંતન અને સંશોધન છે. તેમણે જણાવ્યું છે તે પ્રમાણે તેમનું આ સંશોધન પણ અંતિમ નિષ્કર્ષ નથી. આ તો સંશોધનની પૂર્વભૂમિકા માત્ર છે. બાકી વિજ્ઞાનમાં સંશોધન એ અંતરહિત પ્રક્રિયા છે. જ્યાં સુધી કેવળજ્ઞાનની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી ક્યારેય સંશોધનનો અંત આવતો નથી. આ પુસ્તક પ્રકાશિત થયા પછી અનેક પ્રશ્નો ઉપસ્થિત થશે અને તેના ઉત્તર પ્રાપ્ત કરવા પુનઃ સંશોધન કરવું જરૂરી બનશે. તે વાત સૌએ ખ્યાલમાં રાખવી જરૂરી છે.
એ સાથે એક વિનંતિ કે પ્રસ્તુત પુસ્તકમાં રજૂ કરવામાં આવેલ બ્રહ્માંડ અંગેની વિભાવનાનો આપ સૌ તટસ્થતા પૂર્વક અભ્યાસ કરશો તો તેમાંથી કાંઈક નવા જ પ્રકારના તથ્યો આપને પ્રાપ્ત થશે, તે વાતમાં શંકા નથી.