________________
70
શું જૈન ભૂગોળ-ખગોળ સાચી છે? પણ વર્તમાન વિજ્ઞાનીઓ ચોક્કસ નિર્ણય ઉપર આવી શકતા નથી, તે જ રીતે બ્રહ્માંડની ઉત્પત્તિ અને નાશ અંગે પણ માત્ર કલ્પનાઓ કરે છે. વળી આ બ્રહ્માંડ વિસ્તાર પામી રહ્યું છે કે સંકોચાઈ રહ્યું છે કે સ્થિર અવસ્થામાં જ છે, તે અંગે પણ કોઈ ચોક્કસ સ્પષ્ટતા કરતું નથી. આ રીતે બ્રહ્માંડના સ્વરૂપ અંગે આપણે સૌ અંધારામાં જ હવાતિયા મારી રહ્યા છીએ. જ્યારે કેવળજ્ઞાની તીર્થંકર પરમાત્માએ બતાવેલ બ્રહ્માંડનું સ્વરૂપ છેલ્લા ૨૫૦૦ વર્ષથી એક સરખું જ રહ્યું છે. હા, તેમાં કોઈક માન્યતાઓ અલગ અલગ હોય છે, પરંતુ તે તો છદ્મસ્થ જીવોએ ઉભા કરેલ તર્ક-વિતર્કના કારણે છે.
તો બીજી તરફ કેવળજ્ઞાની તીર્થંકરો કેવળજ્ઞાન દ્વારા બધું જ જાણે છે, બ્રહ્માંડમાં અનંતા પદાર્થો છે, તે દરેકના અનંતા પર્યાયો છે, આ બધા જ દ્રવ્યો અને તેના પર્યાયોને જાણતા હોવા છતાં કહી શકવાને સમર્થ નથી કારણ કે સમયની મર્યાદા હોવાના કારણે અને શબ્દોની પણ મર્યાદા હોવાથી તેઓ પણ નિરપેક્ષ રીતે બધું દર્શાવી શકે તેમ નથી. આ અંગે જંબૂઢીપલઘુસંગ્રહણી સૂત્રની ટીકામાં તેના રચયિતા આચાર્યશ્રી વિજયોદયસૂરીશ્વરજી મહારાજે કહ્યું છે કે બે પ્રકારના ભાવો છે. એક અભિલાપ્ય અર્થાત્ જે કહી શકાય છે. બીજા અનભિલાપ્ય અર્થાત્ જે કહી શકાતા નથી. જે શબ્દનો વિષય બની શકતા નથી તેવા ભાવ. તેમાં જેટલા ભાવ અભિલાપ્ય છે તેના કરતાં અનભિલાપ્ય ભાવ અનંતા છે. તે અનભિલાપ્ય ભાવ વાણીનો અતિશય ધરાવતા તીર્થંકર પરમાત્મા પણ કહી શકવાને સમર્થ નથી. અભિલાપ્ય ભાવ પણ અનંતા છે, તેથી તે બધા જ ભાવ પરમાત્મા કહી શકતા નથી કારણ કે આયુષ્ય અલ્પ છે અને વાણી ક્રમથી જ કહી શકે છે. વળી પરમાત્મા જે કહે છે તેનો અનંતમો ભાગ ગણધરો સૂત્રબદ્ધ કરે છે. वस्तुतस्तु भावानामनभिलाप्यमभिलाप्यभेदेन द्विधात्वं तत्राप्यभिलाप्येभ्यो