________________
69
જૈન બ્રહ્માંડ - લોક અને આધુનિક બ્રહ્માંડ
૪૦૦૦ વર્ષથી લઈને ઈ.સ. ૮૦૦૦ સુધીના કોઈપણ વર્ષની કોઈપણ તારીખના કોઈપણ સમયનું આકાશદર્શન કરી શકાય છે. અર્થાત્ કુલ બાર હજાર વર્ષનું સમગ્ર વિશ્વના કોઈપણ સ્થળેથી રાત્રે કે દિવસે કોઈપણ સમયે કેવું આકાશદર્શન થતું હશે તે બતાવે છે. તો અત્યારે મોબાઈલ ફોનમાં એવા પ્રકારની એપ્લીકેશન આવે છે કે તમે જ્યાં છો ત્યાંથી જે તે સમયે આકાશમાં ગ્રહો, તારા વગેરે ક્યાં છે, તમે તત્કાલ જોઈ શકો છો. આ કાર્યક્રમમાં પૃથ્વીની ક્ષિતિજને પેલે પાર રહેલા ગ્રહો અને તારા પણ જોઈ શકો છો. દિવસના ભાગે પણ તારા અને ગ્રહો જો ઈ શકાય છે. આ બધા કાર્ય ક્રમ આજના ખગોળશાસ્ત્રના ગણિતના આધારે જ બનાવેલ છે. જો તે આટલી ચોકસાઈ પૂર્વક બધું બતાવી શકતું હોય તો તેને અસત્ય કે ગપગોળા કે બનાવટી કહેવાનો કોઈ પ્રશ્ન જ પેદા થતો નથી. વર્તમાન ખગોળશાસ્ત્ર પ્રમાણે ઉપર બતાવ્યું તેના કરતાં પણ બ્રહ્માંડ ઘણું વિશાળ છે. વિજ્ઞાનીઓ તેનો પાર પામવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. જો કે આપણે સૌ મનુષ્યો છદ્મસ્થ છીએ તેથી આપણું જ્ઞાન, આપણી બુદ્ધિ ઘણી જ મર્યાદિત છે, તે કારણથી દરેક વિજ્ઞાની અલગ અલગ થિયરી આપે છે. તે સર્વ ગણિતના અને ખાસ કરીને આઇન્સ્ટાઇનના સામાન્ય સાપેક્ષતા સિદ્ધાંતને આધારે રજૂ કરે છે. તે સાપેક્ષ રીતે કદાચ સત્ય લાગે પરંતુ નિરપેક્ષ રીતે તે સત્ય ન પણ હોય. આ રીતે વિવિધ વિજ્ઞાનીઓની વિવિધ થિયરી પણ સંપૂર્ણ છે નહિ. તે માત્ર એક મોડેલ જ છે, જેના દ્વારા કેટલીક કુદરતી ઘટનાઓ સમજાવી શકાય છે. અલબત્ત, જે તે વિજ્ઞાનીએ રજૂ કરેલ મોડેલ અમુક ચોક્કસ ઘટનાઓ જ સમજાવી શકે છે. જ્યારે ક્યારેક અન્ય ઘટનાઓ તે સમજાવી શકતું નથી ત્યારે અન્ય પ્રકારના મોડેલની કલ્પના કરવી પડે છે. તે સિવાય બ્રહ્માંડના કદ અંગે