________________
68
શું જેન ભૂગોળ-ખગોળ સાચી છે ? મનુષ્યની આંખ એક સેન્ટિમીટર પ્રમાણ છે, તેની કીકીની અંદરની રેટિનાની નસો એક મિલિમીટર કરતાં પણ નાની છે. એ રીતે સૂક્ષ્મ સૂક્ષ્મ કરતાં કરતાં છેક છેલ્લે ઓક્સિજન અણુ ૧૦૦ પિકોમીટર પહોળાઈ ધરાવે છે. આંતરિક અણુમાં રહેલ આંતરિક ઇલેક્ટ્રોન માત્ર ૧૦ પિકોમીટરના કદનો છે. તો અણુનું કેન્દ્ર અર્થાત્ ન્યુક્લિયસ ૧૦ ફેમટોમીટર કદનું છે. છેલ્લે સૌથી સૂક્ષ્મ ગણાતા કવાર્ક કણો માત્ર ૧ એક ફેમટોમીટરનું કદ ધરાવે છે. ઉપર બતાવેલા માપમાં મિલિમીટર પછીના માપ ખાસ કરીને નેનોમીટર, પિકોમીટર, ફેમટોમીટર વગેરે અત્યંત સૂક્ષ્મ માપ છે.
electron <10cm
proton (neutron)
quark
nucleus
nucleus
atom-10cm
-10cm
વર્તમાન ખગોળશાસ્ત્ર પણ વિશિષ્ટ પદ્ધતિ ધરાવે છે, તેનું ગણિત ચોક્કસ છે અને તેના આધારે ઘણી ખગોળીય ઘટનાઓની આગાહી થઈ શકે છે. સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ, ગ્રહો દ્વારા તારાની પિધાન યુતિ, બુધનું સૂર્ય ઉપરથી થતું અધિક્રમણ જેવી ઘટનાની આગોતરી માહિતી મળી શકે છે. સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણના ચોક્કસ દિવસ, સમય અને કયા સ્થળેથી કેવું દેખાશે તેની સંપૂર્ણ માહિતી મળે છે. હા, ક્યારેક સૂક્ષ્મતા ન હોય તો લાંબા ગાળે સામાન્ય તફાવત જોવા મળે છે પરંતુ તેમ છતાં તે ઘણું ઉપયોગી છે. થોડા વર્ષ પૂર્વે આકાશદર્શન અંગેનો એક સોફ્ટવેર આવતો હતો. તેમાં પૃથ્વી ઉપરથી કોઈપણ સ્થળેથી કોઈપણ તારીખના કોઈપણ સમયે કેવું આકાશદર્શન થાય છે તે કોમ્યુટરના સ્ક્રીન ઉપર જોઈ શકાય છે. આ સોફ્ટવેરની સમય મર્યાદા ઇ.સ. પૂર્વે