________________
62
શું જેન ભૂગોળ-ખગોળ સાચી છે? રોહિતા-રોહિતાશા, હરિતા-હરિકાન્તા, સીતા-સીતોદા, નારીનરકાન્તા, સુવર્ણકૂલા-રૂ...કૂલા આદિ બબ્બે નદીઓ નીકળે છે. આ સરોવરોને સંસ્કૃત ભાષામાં કહ અને હ્રદ પણ કહે છે. તેથી પદ્મદ્રહ અથવા પદ્મહદ આદિ પણ કહેવાય છે. ભરતક્ષેત્ર જંબુદ્વીપમાં દક્ષિણે લવણ સમુદ્ર પાસે આવેલ છે. તેની ઉત્તર પૂર્વ-પશ્ચિમ ૧૪૪૭૧ યોજન લાંબો હિમવાન પર્વત છે. આ જ રીતે દરેક વર્ષધર પર્વત પૂર્વ-પશ્ચિમ લંબાઈ ધરાવે છે. ભરતક્ષેત્રની ઉત્તરે આવેલ પદ્મહદમાંથી અનુક્રમે પૂર્વ દિશામાં ગંગા નદી અને પશ્ચિમ દિશામાં સિધુ નદી નીકળે છે, અને ભરતક્ષેત્રની ત્રણ દિશામાં લવણ સમુદ્ર છે. ભરતક્ષેત્રમાં વચ્ચે વૈતાઢ્ય પર્વત આવેલ છે તે પણ પૂર્વ-પશ્ચિમ લાંબો છે અને ભરતક્ષેત્રના ઉત્તર - દક્ષિણ બે ભાગ કરે છે, ગંગા અને સિક્યુ નદી તે બંનેના ત્રણ ત્રણ ભાગ કરે છે. છેલ્લે તે બંને નદીઓ લવણ સમુદ્રમાં ભળી જાય છે અને તે રીતે ભરતક્ષેત્રના છ ભાગ થાય છે, દરેક ભાગને ખંડ કહે છે. પ્રત્યેક ચક્રવર્તી આ છ ખંડને જીતે છે.