________________
જૈન બ્રહ્માંડ - લોક અને આધુનિક બ્રહ્માંડ
તિÁલોકમાં અસંખ્ય દ્વીપ સમુદ્ર આવેલ છે અને તેની મધ્યમાં એક લાખ યોજન લાંબો પહોળો જંબૂીપ આવેલ છે. દિગમ્બર માન્યતા પ્રમાણે મધ્યલોક પૂર્વ-પશ્ચિમ એક રાજલોક પ્રમાણ પહોળો છે અને ઉત્તર-દક્ષિણ સાત રાજલોક પ્રમાણ લાંબો છે. જ્યારે સ્વયંભૂરમણ સમુદ્ર, જે છેલ્લો છે તે માત્ર એક રાજ લોક પ્રમાણ પૂર્વ-પશ્ચિમ અને ઉત્તર-દક્ષિણ લાંબો પહોળો છે તો દિગંબર માન્યતા પ્રમાણે ઉત્તર-દક્ષિણમાં આવેલા વધારાના ત્રણ-ત્રણ રાજલોકમાં શું છે? તેની કોઈ સ્પષ્ટતા મળતી નથી. જે રીતે મધ્યલોકની વાત કરી, તે જ રીતે સમગ્ર ત્રસનાડીમાં ઉત્તર-દક્ષિણ દિશામાં આવેલ ત્રણ-ત્રણ રાજલોકમાં શું છે? તેની કોઈ સ્પષ્ટતા મળતી નથી.
61
જંબૂદ્વીપમાં ભરતક્ષેત્ર, ઐરવતક્ષેત્ર, મહાવિદેહક્ષેત્ર ત્રણ કર્મભૂમિ છે. જે ક્ષેત્રમાં અસિ, ષિ અને કૃષિ વગેરે ષટ્ કર્મ કરવામાં આવતા હોય અને તપ, સંયમની આરાધના દ્વારા મોક્ષપ્રાપ્તિ થઈ શકતી હોય, તેને કર્મભૂમિ કહે છે. અઢી દ્વીપમાં પાંચ ભરત, પાંચ ઐરવત અને પાંચ મહાવિદેહ મળીને કુલ ૧૫ કર્મભૂમિ છે. તો દેવકુરુ, ઉત્તરકુરુ, હિમવંત, હરિવર્ષ, હિરણ્યવત, રમ્યક, વગેરે છ અકર્મભૂમિ છે. તે જ રીતે અઢી દ્વીપમાં પાંચ દેવકુરુ, પાંચ ઉત્તકુરુ, પાંચ હિમવંત, પાંચ હરિવર્ષ, પાંચ હિરણ્યવત અને પાંચ રમ્યક્ મળી કુલ ૩૦ અકર્મભૂમિ છે. આ અકર્મભૂમિમાં હંમેશા યુગલિયા જ જન્મે છે. સાથે જન્મેલા તે બંને બાળક-બાળિકા મોટા થતાં પતિ-પત્ની તરીકે જીવન જીવે છે અને સાથે જ મૃત્યુ પામે છે, વળી તે તેટલા જ આયુષ્યવાળા દેવ તરીકે ઉત્પન્ન થાય છે. જંબૂદ્વીપમાં હિમવાન, મહાહિમવાન, નિષધ, નીલ, રુક્મિ અને શિખરી નામના છ વર્ષધર પર્વતો છે. આ છ પર્વતો સાત ક્ષેત્રને અલગ કરે છે. આ છ વર્ષધર પર્વતોમાં વચ્ચે પદ્મ, મહાપદ્મ, તિગિચ્છિ, કેશરી, પુંડરિક અને મહાપુંડિરક વગેરે સરોવર છે અને તેમાંથી અનુક્રમે ગંગા-સિન્ધુ,