________________
60
શું જૈન ભૂગોળ-ખગોળ સાચી છે? મધ્યલોક : પ્રથમ નારક પૃથ્વીના છેક ઉપરના ૧૦૦ યોજનની ઉપર તિચ્છ લોક અર્થાત્ મધ્ય લોક આવેલ છે, તેની લંબાઈ પહોળાઈ પણ પ્રથમ નારક જેટલી જ એટલે કે એક રાજલોક પ્રમાણ છે. અને જાડાઈ ૧૮૦૦ યોજન છે. સમભૂલા પૃથ્વીથી ૯૦૦ યોજના નીચેનો ભાગ તથા ૯૦૦ યોજન ઉપરનો ભાગ તિર્થાલોકમાં આવે છે. તેથી વ્યંતર અને વાણવ્યંતરનિકાયના દેવોના નિવાસ સ્થાન તિ øલોકમાં આવે છે. તથા તિøલોકના મધ્ય ભાગમાં એક લાખ યોજન લંબાઈ અને એક લાખ યોજન પહોળાઈ ધરાવતો જંબુદ્વીપ આવેલ છે. તેની આસપાસ વલયાકારે એટલે કે બંગડીના આકારે બે લાખ ચોજન પહોળો લવણસમુદ્ર આવેલ છે. લવણ સમુદ્રની આસપાસ વલયાકારે ધાતકી ખંડ આવેલ છે. તેની પહોળાઈ ચાર લાખ યોજન છે. ધાતકી ખંડની આસપાસ વલયાકારે કાલોદધિ સમુદ્ર છે, તેની પહોળાઈ આઠ લાખ યોજન છે. તેની ફરતે પુષ્કરવરદ્વીપ આવેલ છે, તેની પહોળાઈ સોળ લાખ ચોજન છે, પરંતુ તેનો અડધા ભાગે માનુષોત્તર પર્વત આવેલ છે, જે પુષ્કરવરદ્વીપના બે ભાગ કરે છે, તેમાંનો જંબુદ્વીપ તરફનો અડધો ભાગ અને પૂર્વોક્ત બે દ્વીપ અને બે સમુદ્ર મળીને અઢી દ્વીપ થાય છે, જેને મનુષ્ય ક્ષેત્ર કે સમય ક્ષેત્ર કહે છે. આ મનુષ્ય ક્ષેત્ર ૪૫ લાખ યોજન લાંબું – પહોળું છે. આ સમયક્ષેત્રમાં મેરૂ પર્વતની આસપાસ સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર, તારા પરિભ્રમણ કરે છે, તેના કારણે રાત્રિ-દિવસ થાય છે. આ અઢી દ્વીપની બહાર અસંખ્યાતા દ્વીપ સમુદ્ર છે. દરેક દ્વીપ અને સમુદ્ર પૂર્વના સમુદ્ર અને દ્વીપથી બમણા બમણા વિસ્તારવાળા છે. છેક છેલ્લે સ્વયંભૂરમણ સમુદ્ર એક રાજલોક લાંબો-પહોળો છે અને તેની વચ્ચે અસંખ્ય દ્વીપ અને સમુદ્ર આવેલ છે. સ્વયંભૂરમણ સમુદ્ર બંગડી આકારમાં છે અને તેનો વિસ્તાર અસંખ્ય યોજન છે. આ રીતે એક રાજલોક પ્રમાણ