________________
63
જૈન બ્રહ્માંડ - લોક અને આધુનિક બ્રહ્માંડ
ભરતક્ષેત્રની ઉત્તરે આવેલ લઘુહિમવાન પર્વતના પૂર્વ છેડેથી અને પશ્ચિમ છેડેથી લવણ સમુદ્રમાં બબ્બે હાથી દાંત જેવી બાહી નીકળે છે. તે જ રીતે મેરૂ પર્વતની છેક ઉત્તરે આવેલ ઐરાવતક્ષેત્રની દક્ષિણે આવેલ શિખરી પર્વતના પૂર્વ અને પશ્ચિમ છેડેથી લવણ સમુદ્રમાં બબ્બે બાહા નીકળે છે. તે દરેકની ઉપર સાત સાત અન્તર્કંપ છે, જેમાં જંગલી અવસ્થામાં રહેતા અત્યંત ક્રૂર સ્વભાવવાળા હિંસક મનુષ્યો રહે છે.
જંબુદ્વીપની મધ્યમાં મહાવિદેહ ક્ષેત્ર આવેલું છે, તેમાં વચ્ચે ૧૦૦૦૦ ચોજન વિસ્તાર ધરાવતો અને એક લાખ યોજન ઊંચો મેરૂ પર્વત છે. તેની ઉત્તર અને દક્ષિણે અનુક્રમે ઉત્તરકુરુ અને દેવકુરુ નામના યુગલિક ક્ષેત્ર અર્ધચંદ્રાકારમાં આવેલ છે. તથા પૂર્વ અને પશ્ચિમે ૧૬-૧૬ વિજય આવેલ છે, જેમાં હંમેશા ભરતક્ષેત્રના ચોથા આરા જેવી પરિસ્થિતિ હોય છે. તેમાંથી ઓછામાં ઓછી ચાર વિજયમાં કેવળજ્ઞાની તીર્થકર વિચારતા હોય છેઅર્થાત્ વિદ્યમાન હોય છે. ક્યારેક દરેક વિજયમાં તીર્થકર હોય તો એક મહાવિદેહમાં કુલ ૩ર તીર્થકર હોય છે. અઢી દ્વીપમાં આવા પાંચ મહાવિદેહ છે અને તે દરેકમાં ૩ર-૩ર વિજય હોય છે. તે રીતે પાંચ મહાવિદેહની કુલ ૧૬૦ વિજય છે. તેથી ૧૬૦ વિજયમાં ૧૬૦ તીર્થકર અને પાંચ ભરતક્ષેત્રમાં પાંચ તીર્થકર અને પાંચ ઐરવત ક્ષેત્રમાં પાંચ તીર્થકર ગણતાં ઉત્કૃષ્ટ કુલ ૧૭૦ તીર્થકર આ અઢી દ્વીપમાં હોય છે. આ ૧૭૦ ક્ષેત્રમાં તેના છ-છ વિભાગ થાય છે, જેને ખંડ કહે છે, તે છ ખંડમાંથી એક મધ્ય ખંડને આર્ય ખંડ કહે છે, જ્યારે બાકીના પાંચ ખંડને અનાર્ય અથવા મ્લેચ્છ ખંડ કહે છે. જ્યાં ધર્મ જેવી કોઈ ચીજ હોતી નથી. તો પ૬ અન્તર્કંપને કુભોગભૂમિ કહે છે. અહીંના