________________
'જૈન ભૂગોળ-ખગોળ : કેટલીક શંકાઓ અને પ્રશ્નો
शनि मंगल
गुरु
शुक्र
९०० योजन ८९७ योजन ८९४ योजन ८९१ योजन ८८८ योजन ८८४ योजन ८८० योजन
बुथ
লঞ্চ
चंद्र
૮૦ વાઇબ
સારા
वाय मंडळ
,
,
७९० योजन
૦ મત
જ્યારે આધુનિક ખગોળશાસ્ત્ર પ્રમાણે પૃથ્વીથી સૌથી નજીકમાં ચંદ્ર છે. તે પૃથ્વીની આસપાસ પરિભ્રમણ કરે છે.
જ્યારે પૃથ્વી સહિત બુધ, મંગળ, શુક, ગુરૂ, શનિ સૂર્યની પ્રદક્ષિણા કરે છે. અને તારાઓ આપણી ગ્રહમાળાની પેલે પાર છે. નક્ષત્ર એ તારાઓનો સમૂહ છે, તેથી તે તારાથી અલગ નથી. આધુનિક ખગોળશાસ્ત્ર પ્રમાણે સૂર્યની પાછળ ગ્રહ આવે તો તે ગ્રહનું સૂર્ય દ્વારા ગ્રહણ થાય છે. જો ગ્રહ સૂર્ય અને પૃથ્વીની વચ્ચે હોય તો ગ્રહની સૂર્ય ઉપરથી પસાર થવાની ઘટનાને અધિક્રમણ કહે છે. તે જ રીતે ગ્રહની પાછળ તારો ઢંકાઈ જાય તો તે તારાની અને ગ્રહની પિધાન યુતિ થાય છે. સામાન્ય રીતે યુતિમાં જે તે ગ્રહોના રાશિ, અંશ, કળા એક જ હોય છે પરંતુ દરેક વખતે પિધાન યુતિ થતી નથી. પિધાન યુતિ તો એક જ પંક્તિમાં તારા અને ગ્રહ આવે તો જ થાય છે. જૈન દર્શન અનુસાર ગ્રહ વડે તારાની પિધાન યુતિ શક્ય નથી કારણ કે તારા સૌથી નીચે છે અને ગ્રહો સૌથી ઉપર છે. અલબત્ત, સૂર્ય દ્વારા ગ્રહોનું ગ્રહણ શકય છે પરંતુ સૂર્ય ઉપરથી ગ્રહોનું અધિક્રમણ શક્ય નથી. જ્યારે પ્રત્યક્ષ