________________
52
શું જૈન ભૂગોળ-ખગોળ સાચી છે? અવલોકનોમાં ગ્રહો દ્વારા તારાની પિધાન યુતિ તથા સૂર્ય ઉપરથી ગ્રહોનું અધિક્રમણ દેખાય છે. તો સત્ય શું?
આ પ્રશ્નો મેં વિ.સં. ૨૦૪રમાં મહા સુદ-૧૦ના દિવસે ભોયણી તીર્થમાં શ્રી મલ્લિનાથ ભગવાનના જિનાલયની ૧૦૦મી ધજા નિમિત્તે ત્યાં પધારેલ પરમ પૂજ્ય પંન્યાસ શ્રી અભયસાગરજી મહારાજને પૂછેલ પરંતુ તેમની પાસેથી પણ કોઈ પ્રત્યુત્તર પ્રાપ્ત થયો નહોતો.
યાદ રહે કે આ પ્રશ્નો માત્ર મારા જ છે તેવું નથી. આ પ્રશ્નો દરેક બુદ્ધિમાન જૈન વ્યક્તિને મુંઝવે છે. ૨૨ વર્ષ પહેલાં હિન્દી તીર્થંકર માસિકમાં પૂછેલ આ પ્રશ્નોના વિજ્ઞાનસંમત, તર્કસંમત અને શાસ્ત્રસંમત ઉત્તર પ્રાપ્ત કરવા જાહેર આહ્વાન આપેલ પરંતુ કહેવાતા જૈન ભૂગોળ-ખગોળના કોઈ નિષ્ણાતોએ આ પ્રશ્નોનો જવાબ આજ દિન સુધી આપ્યો નથી.
આ સિવાય સામાન્ય મનુષ્યને પણ મુંઝવતા કેટલાક પ્રશ્નો છે, તે નીચે જણાવ્યા છે.
૧. શું મનુષ્ય ખરેખર ચંદ્ર ઉપર પહોંચ્યો છે ખરો?
૨. શું પૃથ્વી ખરેખર ફરે છે ખરી?
૩. જૈન દર્શન અનુસાર કોઈપણ ક્ષેત્રમાં વધુમાં વધુ ૧૮ મુહૂર્ત અર્થાત્ ૧૪ કલાક અને ૨૪ મિનિટ જેટલો જ લાંબો દિવસ (૨૨-૨૩, જૂન) અને લાંબી રાત્રિ (૨૨૨૩, ડિસેમ્બર) હોય છે તેનાથી વધુ લાંબો દિવસ કે રાત્રિ હોતી નથી. જ્યારે ઉત્તર ધ્રુવ તરફ તથા ઇંગ્લેન્ડ, કેનેડા વગેરે પ્રદેશ છ -છ મહિના લાંબા દિવસ રાત્રિ હોય છે. તો સત્ય શું?
૪. ઓસ્ટ્રેલિયા વગેરે દેશોમાં ભારત વગેરે કરતાં સાવ વિપરિત હોય છે. તેનું શું કારણ?