________________
50
'શું જૈન ભૂગોળ-ખગોળ સાચી છે? એટલું જ છે કે આપણે વર્તમાન પૃથ્વી ઉપર વિભિન્ન શહેરો વચ્ચેના સમયના તફાવતને સપાટ પૃથ્વી દ્વારા સમજાવી શકતા નથી. જ્યારે પર્વતાકાર સ્વરૂપમાં સમજાવવું સરળ થઈ જાય છે. જો કે પૃથ્વીના નકશાઓમાં અને ફોટાઓમાં તો પૃથ્વી દડા જેવી ગોળ હોવા છતાં થાળી જેવી ગોળ દેખાય છે, તેથી તેને થાળી જેવી ગોળ કહે છે. તેનું કારણ ફક્ત એટલું જ છે કે ફોટામાં માત્ર બે જ પરિમાણ હોય છે, લંબાઈ અને પહોળાઈ, તેમાં ક્યારેય ત્રણ પરિમાણ હોતા નથી. હા, અત્યારે ફોટાઓમાં પણ ત્રણ પરિમાણ દર્શાવવાની નવી ટેકનોલોજી વિકસી છે પરંતુ તે માત્ર ભ્રમ હોય છે. આ પદ્ધતિમાં એક જ કેમેરામાં વિવિધ અંતરે ત્રણ લેન્સ હોય છે અને ત્રણે લેન્સ દ્વારા અલગ અલગ ફોટો લેવામાં આવે છે અને તેનું કોમ્યુટર દ્વારા સંયોજન કરી, ફોટો તૈયાર કરવામાં આવે છે. તેથી અલગ અલગ ખૂણે થી જોતાં અલગ અલગ દૃશ્ય દેખાય છે, જે ત્રીજા પરિમાણનો ભ્રમ પેદા કરે છે. ટૂંકમાં, વર્તમાન પૃથ્વીના આકાર અંગે
જૈન શાસ્ત્રોમાં કોઈ જ સ્પષ્ટ ઉલ્લેખ પ્રાપ્ત નથી. ૮. જૈન ખગોળશાસ્ત્રમાં જંબૂદ્વીપમાં મેરૂ પર્વતની પ્રદક્ષિણા
કરતા સૂર્ય, ચંદ્ર, ગ્રહો, નક્ષત્ર અને તારાની સંરચના પણ વિચાર માગી લે તેવી છે. તેમાં સમભૂલા પૃથ્વીથી ૭૯૦ યોજન ઊંચે તારામંડળ આવે છે. તેની ઉપર દશ યોજન ઊંચે સુર્ય છે. તેની ઉપર ૮૦ યોજન ઊંચે ચંદ્ર છે. તેની ઉપર ચાર યોજન ઊંચે નક્ષત્રમંડળ છે, તેની ઉપર ચાર યોજન ઊંચે બુધ, તેની ઉપર ત્રણ યોજન ઊંચે શુક્ર, તેની ઉપર ત્રણ યોજન ઊંચે ગુરૂ, તેની ઉપર ત્રણ યોજન ઊંચે મંગળ અને તેની ઉપર ત્રણ યોજન ઊંચે છેક છેલ્લે શનિ
ગ્રહ છે