________________
'જૈન ભૂગોળ-ખગોળ : કેટલીક શંકાઓ અને પ્રશ્નો
49 અર્થાત્ એક પ્રકારની દિવાલનું શાસ્ત્રમાં વર્ણન આવે છે, તે ક્યાં ?
જગતીનો એક ભાગ ટૂંકમાં, વર્તમાન પૃથ્વીનું જંબુદ્વીપમાં કે જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં ક્યાં ચોક્કસ સ્થાન છે તે અંગે ક્યાંય કશો ઉલ્લેખ ન મળવાથી તે અનુત્તરિત રહે છે. જેવો સ્થાન અંગેનો પ્રશ્ન છે તેવો જ જંબુદ્વીપના સંદર્ભમાં વર્તમાન પૃથ્વીનો આકાર કેવો છે, તે અંગે પણ શાસ્ત્રમાં કોઈ ચોક્કસ ઉલ્લેખ પ્રાપ્ત નથી. વર્તમાન પૃથ્વી ભરતક્ષેત્રમાં છે તો તે કેવા સ્વરૂપે છે? મતલબ કે તેનો આકાર કેવો છે? ગોળ છે કે ચોરસ છે કે લંબગોળ છે? થાળી જેવો ગોળ છે કે પર્વત જેવો ગોળ છે? તે અંગે શાસ્ત્રમાં ક્યાંય કશો જ સ્પષ્ટ ઉલ્લેખ પ્રાપ્ત નથી. જો કે કેટલાક જૈન સંશોધકો કે વિચારકો પૃથ્વીનો પર્વત જેવો આકાર હોવાનું માને છે. અલબત્ત, આ અંગે તેઓની પાસે કોઈ શાસ્ત્રીય પાઠ ઉપલબ્ધ ન હોવાથી માત્ર મૌખિક રીતે જ કહે છે. આ રીતે કહેવાનું કારણ માત્ર