________________
48
૬.
શું જૈન ભૂગોળ-ખગોળ સાચી છે? જૈન ભૂગોળ-ખગોળ અનુસાર આપણી વર્તમાન પૃથ્વીનું સ્થાન જંબૂદ્વીપમાં ખરેખર કઈ જગ્યાએ છે ? બીજો પ્રશ્ન એ છે કે જંબુદ્વીપ જ વર્તમાન પૃથ્વી છે કે ભરતક્ષેત્ર વર્તમાન પૃથ્વી છે? શાસ્ત્રમાં ક્યાંય વર્તમાન પૃથ્વીનો કે તે સંબંધી કોઈ પ્રદેશનો ઉલ્લેખ સુદ્ધાં આવતો નથી. તો શાસ્ત્રકાર ભગવંતોએ વર્તમાન પૃથ્વીની આટલી ઘોર ઉપેક્ષા શા માટે કરી? જો કે શ્રમણ ભગવાન શ્રી મહાવીરસ્વામીના જીવનચરિત્રમાં વર્તમાન ભારત દેશના કેટલાક ભાગોનો ઉલ્લેખ આવે છે પરંતુ તેને જૈન ભૂગોળના વિષય સાથે કોઈ સંબંધ નથી. વળી શ્રી મહાવીરસ્વામીના પૂર્વ ભવ સંબંધી ઉલ્લેખોમાં જૈન ભૂગોળ સંબંધી ક્ષેત્રોનો ઉલ્લેખ આવે છે પરંતુ કોઈ ચોક્કસ ઐતિહાસિક સ્થાન નિર્દેશ પ્રાપ્ત થતો નથી. આ પરિસ્થિતિમાં જૈન ભૂગોળને વર્તમાન ભૂગોળ સાથે કઈ રીતે સંબંધ જોડવો, તે કાંઈ સમજ પડતી નથી. અલબત્ત, પરમ પૂજ્ય પંન્યાસ શ્રી અભયસાગરજી મહારાજ જેવા ચિંતકો, સંશોધકો જે જૈન ભૂગોળને સત્ય માને છે, તેઓ વર્તમાન પૃથ્વીને દક્ષિણાર્ધ ભરતક્ષેત્રના મધ્ય ભાગમાં કોઈ જગ્યાએ હોવાનું કહે છે, જો કે આ માત્ર અનુમાન જ છે. તે અંગે કોઈ નક્કર પુરાવો તેમની પાસે કે આપણી પાસે નથી.
તો કેટલાકનું અનુમાન એવું છે કે વર્તમાન પૃથ્વી દક્ષિણાર્ધ ભરતક્ષેત્રના મધ્ય ખંડમાં નૈઋત્ય ખૂણામાં લવણ સમુદ્રના કિનારા પાસે છે. આ અનુમાનનું કારણ માત્ર અરબી સમુદ્ર, હિન્દમહાસાગર, પેસેફિક મહાસાગર અને એટલાન્ટિક મહાસાગર જેવા વિશાળ સમુદ્રો વર્તમાન પૃથ્વી ઉપર આવેલ હોવાથી અને તેનું પાણી ખારું હોવાથી તેને લવણ સમુદ્ર તરીકે માનીએ તો વર્તમાન પૃથ્વીને જંબૂદ્વીપના કિનારે આવેલી માનવી પડે. અને તો બીજો પ્રશ્ન પૃથ્વી ઉપરની જમીન અને સમુદ્ર વચ્ચે જગતી