________________
૧૨૯
નવભારતના ભાગ્યવિધાતા નડિયાદથી વડોદરા જતી ગાડીઓમાં તો રોજ જ, ચોર અને
પોલીસ બંને મળેલા. પશવો : હોય નહીં ! રામભાઈ : કેમ હોય નહીં. બહારવટિયા સાથે પોલીસ નહોતી ભળી ગઈ ?
પોલીસને જ્યાં ઘી-કેળાં દેખાય તે જતાં કરે ? અને જ્યાં સરકાર
આંખ આડા કાન કરે, ત્યાં તો પૂછવાનું જ શું? પશવો : ઠીક તો. રામભાઈ : આપણા નેતા શ્રી વલ્લભભાઈ પટેલ સાહેબે આ ચોરી અટકાવવાનું
કામ માથે લીધું. ગામે ગામ ફરી, સ્વયંસેવકો ગોઠવી, એવી ચોરીઓ ન થાય એ માટે પાકો બંદોબસ્ત કર્યો. સરકારને કહ્યું કે
તમારી પોલીસ ખસેડી લ્યો. પશો : સરકારે ખસેડી ? રામભાઈ : ખસેડી લીધી. ત્યાં આપણા સ્વયંસેવકો કામે લાગી ગયા. સરકારે
એ માટે પણ દંડ નાંખે તો તે પણ ખસેડવા ઠરાવ કર્યો. પશવો : એમ ? રામભાઈ : આ રહી હકીકત. કમિશનર સાહેબ ભરૂચમાં હતા. ત્યાં શ્રી
વલ્લભભાઈ સાહેબે અબ્બાસ સાહેબને ગુજરાત પ્રાંતિક સમિતિના
ઠરાવનો કાગળ લઈને મોકલ્યા. પશવો : એમાં શું લખ્યું હતું ? રામભાઈ : કે ચોરીઓ સદંતર અટકી છે. હવે એ દંડ નાબૂદ થવો જોઈએ.
નહીં નાબૂદ કરો તો અમે હવે એ દંડ નહીં ભરવા માટે સત્યાગ્રહ
કરીશું. પશવો : પરિણામ ?
બોરસદના સરદાર અને હડિયા વેર
હઠ. તે કહે સત્યાગ્રહ કરવાની ધમકીનું વાક્ય કાઢી નાંખો તો
દંડ માફ કરું. પશવો : હા....આ.....આ... રામભાઈ : તો અબ્બાસ સાહેબ કહે, એ તો સાહેબ અમારા નેતા અને
ગુજરાત સભાના પ્રમુખ શ્રી વલ્લભભાઈ પટેલની રજા વિના
આ કાગળમાંથી એક કાનો-માતર પણ ન ફરે.. પશવો : અચ્છા ! રામભાઈ : કમિશનર સાહેબે વખત પારખી લીધો. દંડ નાબૂદ કરવાનું
કબૂલ કર્યું. આમ ધનુષના ટંકાર માત્રથી કામ પતી ગયું. સત્યાગ્રહનું
બાણ ચઢાવવાની જરૂર જ ન પડી. પશવો : વલ્લભભાઈ સાહેબના નામથી જ સરકાર બીધી. બધા : બોલો શ્રી વલ્લભભાઈ પટેલની જય.
રામભાઈ : કમિશનર એટલે ગોરું લોહી. બ્રિટિશ પ્રજાની જક્કી મનોદશાની