________________
૧૨૬
નવભારતના ભાગ્યવિધાતા રામભાઈ : પણ કાયદો તો પશાભાઈ એવો છે કે, આટલા બે રૂપિયાના
દંડને ખાતર જમીન ખાલસા થઈ શકે નહીં. પશવો : હું પણ એ જ કહું છું, પણ શ્રી વલ્લભભાઈ પટેલ સાહેબ કહે છે
કે ભલે જમીન ખાલસા કરે, સરકાર બહારવટિયાથી સવાયા થયા દોઢા જુલ્મનાં કામો કરે, તો તે પ્રજાએ વધાવી લેવાં ઘટે, એથી
બ્રિટિશ રાજ્યના આ દેશમાંથી વહેલા વળતાં પાણી થશે. રામભાઈ : પશાભાઈ, શ્રી વલ્લભભાઈ સાહેબની એ વાત સાચી છે. પ્રજાને
જુલ્મો સહન કરવામાં કશો વાંધો નથી. પરંતુ શ્રી વલ્લભભાઈ સાહેબની એક બીજી સૂચના લોટ સાહેબને કાને નાખું છું કે, જો સરકાર પોલીસ ઉઠાવી લે, તો જે કોઈ ચોરી-લૂંટફાટનાં કામો કરવાનાં બહારવટિયા કરે છે, તે બધા અમે અમારા સ્વયંસેવકો મારફત ચોકીપહેરો રાખી નિર્મળ કરીશું. એમાં અમારા શ્રી રવિશંકર મહારાજ એ કામ સફળતાથી કરી આપશે, એવી ખાતરી આપીશું. આટલું કરી આજની સભામાં લાટસાહેબને કંઈ કહેવું હોય તે કહે નહીં તો સભા પૂરી થાય છે.
-ગોંગ- (સંગીત) પશવો : રામભાઈ ! લાટ સાહેબ તો ગયા. એ ગયા તા. ૪-૧-૧૯૨૪.
આજે તા. ૧૨-૧-૧૯૨૪. આમ આઠ દિવસ થયા તો પણ
સરકાર તરફથી કંઈ જવાબ નથી. રામભાઈ : પશાભાઈ ! કોઈ સરકારે કોઈ કોયડાનો ઉકેલ યા લડતનો
જવાબ તરત આપ્યો છે ? પણ ના, તા. ૮મીએ મુંબાઈની સરકારે છાપાજોગી યાદી બહાર પાડી, એમાં કહ્યું છે કે ગરીબ લોકો આ હૈડિયા વેરો ભરી શકે એમ નથી, એટલે આ વેરો લેવાનું જતું કરીએ છીએ. એટલું જ નહીં પણ અહીં વધારાની
પોલીસની હવે જરૂર નથી. પશવો : એટલું જ ?
બોરસદના સરદાર અને હૈડિયા વેરો
૧૨૭ રામભાઈ : ના, ઘણું ગોળગોળ લખ્યું છે. કોઈ પણ સરકાર પોતે હારી એવું
તો કોઈ કબૂલ ન જ કરે ને ! પશવો : ટૂંકમાં સરકારે, સીંદરી બળે પણ વળ ન મૂકે, એવી વાત કરી છે. રામભાઈ : બરાબર , એટલું શ્રી વલ્લભભાઈ પટેલ સાહેબે દરબાર ગોપાલદાસ
અને શ્રી મોહનલાલ પંડ્યા ઉપર પત્ર લખ્યો છે. એમાં જણાવ્યું છે કે, હવે આપણે આપણું ધ્યેય સિદ્ધ કર્યું, અને સાચો વિજય મેળવ્યો છે. એના હર્ષમાં સામાવાળાને એટલે સરકારને હરાવી એનું અભિમાન ન કરીએ અને એમના તુમાખી અમલદારોને ગાળો ન દઈએ, એમાં આપણી શોભા, આ તો નાનો કજીયો
પત્યો. હજી મોટો કજીયો તો ઊભો છે. પશવો : તે શું ? રામભાઈ : એને અહીંથી દેશ બહાર કાઢવાનો. વિજયની ઉજાણી ભલે કરી,
પણ આપણા જે દોષ હોય તે તરફ પણ ધ્યાન રાખજો . બહારવટિયાઓને સમજાવી, એમને પ્રજાના સાચા સેવક બનાવવાનું
કામ તો હવે આપણે માથે આવ્યું છે, તે કરવાનું રહ્યું છે. પશવો : તે થશે ? રામભાઈ : શ્રી વલ્લભભાઈના આદેશ મુજબ શ્રી રવિશંકર મહારાજે એ
કામ માથે લીધું છે. તે એ જરૂર પાર પાડશે. આજ થી શ્રી વલ્લભભાઈ પટેલ, શ્રી રવિશંકર મહારાજ , મોહનલાલ પંડ્યા એમ બત્રીસ સેવકો બોરસદ તાલુકામાં ફરશે. સ્વરાજ મેળવવા માટે થાણાં નાંખશે, અને બહારવટિયાની પ્રજાને આત્મશુદ્ધિને
માર્ગે લઈ જશે. પશવો : પણ તો આ હૈડિયા વેર ગયો ? રામભાઈ : ગયો. બરાબરનો ગયો. અને પશાભાઈ સાંભળો. સાથે સાથે
રેલવેનાં વેગનોમાંથી અઢળક માલ રોજ ને રોજ ચોરાય છે.