________________
નવભારતના ભાગ્યવિધાતા સ્વયંસેવકો પાદરે ઝાડ ઉપર મોટું નગારું લઈ બેસતા, એટલે તે સાંભળી, લોકો ઘર બંધ કરી, તાળાં દઈ, ઢોરને લઈ સીમમાં
ચાલ્યા જતા, એ સાચો સત્યાગ્રહ કહી શકાય ? પશવો
: એનો જવાબ હું આપું. સર સાહેબે સારું થયું કે, આ સવાલ પૂછળ્યો. સરકારી પોલીસ અમને દંડા મારે, બે રૂપિયા માટે આખી ઘરવખરી ચોરી જાય, તો એમાં અમે દેડામારની સામે પ્રજાને ઢોલનગારાથી હસી-રમી ચેતવીએ એમાં કશું ખોટું નથી. ઉપરાંત, લાટ સાહેબને કહો કે સરકારી પોલીસ અમારા સ્વયંસેવકોના પહેરવેશ પહેરી અમારી ભોળી પ્રજાને છેતરવા ઘરમાં આવીને બેસે, ચા-દૂધની શિરામણ ખાઈ જાય, આવા જપ્તીમાં માલ લેવા પેંતરા કરે, ત્યાં અમારા સ્વયંસેવકો આવી પડે, અને ઉઘાડા પડે, અને નાસી જાય, એવી છેતરપિંડી માટે
કોણ જવાબદાર છે ? મામલતદાર સાહેબ કે કલેક્ટર સાહેબ ? રામભાઈ : એ વાતની સર મોરિસને ખબર નથી. પણ હવે એમને હું
કહીશ. પણ હવે આપણે ચૂપ રહીએ. સરકારના ડિસ્ટ્રિક્ટ સુપ્રિન્ટેન્ડન્ટ ઑફ પોલીસ, એટલે કે ડી.એસ.પી. સાહેબ કંઈ કાગળ ઉપર ફરિયાદ લખી આવ્યા છે. તે હોમ મેમ્બરને કહેવા
માંગે છે. એમને કહેવા દઈએ. ડી.એસ.પી. : નામદાર હોમ મેમ્બર સાહેબ, હમને આ લોકોએ જે હકીકત
કહી એની સામે કહેવાનું નથી. પણ અમારી પોલીસે જગન કારા નામના મશહૂર બહારવટિયાને પકડ્યો છે. બીજો નામચીન બહારવટિયો અલી ખુરાસાનીને પકડ્યો છે. ત્રીજો બહુત મશહૂર
ધાબરસિંગ બહારવટિયાને પોલીસે પકડ્યો છે. ત્રણચાર : સાહેબ, આમાંનો એક પણ બહારવટિયો સાચો નથી. આ ખોટાં
નામ છે. બનાવટી નામો છે. રામભાઈ : શાંતિ. ડી.એસ.પી. પોતાના કામની જાહેરાત કરે છે. કરવા દો .
બોરસદના સરદાર અને હૈડિયા વેરો
૧૨૫ ડી.એસ.પી.ને અમે એક જ સવાલ પૂછીએ છીએ કે, આ દસબાર બહારવટિયાને આપ સાહેબે ગિરફતાર કર્યા છે, એને અટાણે હાજર કરો. લાટ સાહેબને અરજ કરવામાં આવે છે કે, પોલીસ આ ગુનેગારોને અત્યારે કે પછી પણ હાજર કરી ઊભા રાખી, સાબિત કરે કે, આ નામ, માણસ અને ઘટના સાચી છે તો અમે બધો દંડ ભરી તૈયાર છીએ. અને હાજર ન કરી શકે તો
ડી.એસ.પી. સાહેબ, રાજીનામું આપે, બોલો ડી.એસ.પી. સાહેબ. પશવો : અરે, ડી.એસ.પી. સાહેબ, એમ સંતાતા ભાગતા ક્યાં જ શો !
અમે તો આપનો પીછો નહીં પકડીએ, પણ લાટે સાહેબ આપને
પૂછ્યા વિના નહીં રહે. રામભાઈ : હવે બધા શાંત રહી બેસી જાઓ. સર મોરિસ હોમ મેમ્બર
સાહેબ કહે છે કે એમને જે જાણવું હતું તે જાણી લીધું છે. એટલે સભા બરખાસ્ત કરવા માંગે છે, અને હૈડિયા વેરાના ખટલામાં પ્રજાને ઘટતો ન્યાય કરવા વચન આપે છે. આમ, આપણી લડતનો વિજય થાય એવાં ચિહ્ન જણાય છે. : રામભાઈ, ભલે સરકાર સભા બરખાસ્ત કરે. પણ આ શ્રી વલ્લભભાઈ પટેલ સાહેબ અને શ્રી દરબાર સાહેબની સહીવાળી પત્રિકાના લખાણમાંથી કેટલીક વાત તો હોમ મેમ્બર સાહેબને
કાને નાંખવાની જરૂર જણાય છે. રામભાઈ : શી ?
: અમુક મુદતની અંદર વેરો નહીં ભરાય તો ખાતેદારોની જમીન ખાલસા કરવા, મામલતદાર સાહેબે, નોટિસ કાઢી છે. બે-ચાર રૂપિયાની બાબતમાં સરકારી જમીન ખાલસા કરશે, તો શ્રી વલ્લભભાઈ સાહેબનું કહેવું છે તેમ બહારવટિયા અને સરકાર વચ્ચે કશો ફેર રહેશે નહીં. બાબરદેવાની ટોળી જાન લેવાની ધમકી આપી પૈસા કઢાવે છે. સરકારી અમલદારો અન્યાયી વેરો ઉઘરાવવા બહારવટિયા પાસે જાન લેવાની ધમકી આપી, ઉપરાંત, જમીન ખાલસા કરવાની નોટિસ આપે છે.