________________
આ બારડોલી “ભારતકી થર્મોપોલી *
આ બારડોલી “ભારતકી થમોંપોલી”
પાત્રો ખુશાલભાઈ, મારકંડ, કિશોર
કિશોર
યે બારડોલી ! ભારત કી થર્મોપોલી
તું હી કે ભોમ અનોખી, અમોલી; કિશોર : હા...આ. મારકંડ : અને સવારના પ્રભાત ફેરી નીકળતી ત્યારે આબાલવૃદ્ધો ગીતો
ગાતા :
“હાક વાગી વલ્લભની વિશ્વમાં રે લોલ.” તો બીજી ટોળી નીકળતી :
કો વાગ્યો લડવૈયા શૂરા જાગજો રે,
શૂરા જાગજો રે, કાયર ભાગજો રે.” ત્રીજી ટોળી નીકળતી તો બધા સાથે મળી ગાતા :
માથું મેલે, ટેક ન મેલે, એ શૂરા સરદાર; કિશોર : આવાં ગીતો ગાઈ તો સંભળાવો. મારકંડ
: સવાર પડે બારડોલી ગામમાં પોલીસ, ફોજદાર, મામલતદાર ,
મૅજિસ્ટ્રેટ, હવાલદાર પગ મૂકવાની હિંમત ન કરે અને થોકે થોકે લોક આવાં ગીતો મુક્ત કંઠે ગાય, એ હવા, એ વાતાવરણ, એ આઝાદીની તમન્ના, ગોરાઓના રાજ્યને જાકારો દેવાની નિઃશસ્ત્ર પ્રજાની હિંમત, એમનું મહેસૂલ ન ભરવા સરદાર સાહેબની હાકલ, એ હવા જ જુદી હતી, એવો પ્રસંગ ફરી ઊભો ન થાય ત્યાં સુધી એ ગીતોના લલકાર, એના પડકાર, એ અહિંસક ક્રાંતિની બુલંદ સુરાવલિ, ફરી હવાને મદીલી કરી શકે
નહીં. કિશોર : ત્યારે અમારે તો એની કલ્પના જ કરવી રહી. મારકંડ : બીજું શું થાય છોકરા ? ઘણી ઘડીએ ફરી સજીવન નથી થઈ
શકતી. દાખલા તરીકે જે સલ્તનતની સામે હિંદે આઝાદી મેળવવા બારડોલી સત્યાગ્રહ જેવા મોરચા માંડ્યા, એ સલ્તનતે ૧૯૪૭માં
: અમે યુવા જગતના સભ્યો છીએ. નવ ભારતના ભાગ્યવિધાતાની
શ્રેણીમાં છીએ. પ્રકરણો-ફીચરો સાંભળ્યાં. પણ ક્યાંય શ્રી વલ્લભભાઈ પટેલને માટે સરદાર વિશેષણ વપરાયું નથી. અમે તો એમને સરદારને નામે જ ઓળખીએ છીએ અને એ શબ્દ, એમના જીવનવૃત્તાંતમાં ન આવે, તે કેમ ખમાય ? : એ સરદાર કહેવાયા, તે અહીં, : અહીં એટલે ? : અહીં એટલે બારડોલીના પ્રકરણમાં, : પણ અહીં ઉલ્લેખ તો બારડોલી, ભારત કી થર્મોપોલી એ રીતે કર્યો છે. ક્યાં ભારત, એમાં બારડોલી ત્યાં થર્મોપોલી, અને ગ્રીસ, ત્યાં થર્મોપોલી ! : નજરે જોનારા હજી આજે હયાત બેઠા છે અને અમારા જેવા કિશોર સાક્ષી છે, ત્યારે ૧૯૨૮-'૨૯માં, ગુજરાત બહારથી બીજા પ્રાંતના પ્રવાસીઓ બારડોલી આવતા, તે ટ્રેનમાંથી સ્ટેશન ઉપર ઊતરતા ત્યારે ધરતી ઉપરની ચપટી ધૂળ માથે મૂકી ગાતા :
મારકંડ કિશોર મારકંડ કિશોર
મારકંડ