________________
નવભારતના ભાગ્યવિધાતા જણાવ્યા પ્રમાણે મેં કોઈને ખોટી સલાહ આપી નથી. મારા ગામનો પાક એક ચતુર્થાશ ચાર આનીથી ઓછો થયો છે, તે હકીકત છે, અને તેથી સરકારના નિયમને આધારે મારા ગામના લોકો જમીન-મહેસૂલ નહીં ભરવા હકદાર છે. મહાત્મા ગાંધીજીએ અમને સલાહ આપી છે તે મુજબ રૈયત જૂઠું બોલતી નથી. એટલે કોઈ કાયદાનો ભંગ મેં કર્યો નથી. મને કોઈ કલમ લાગુ પડતી નથી. મારા વકીલ તરીકે શ્રી વલ્લભભાઈ ઝવેરભાઈ
પટેલ ઊભા છે. તે આપને વધારે ખુલાસો કરશે, એમને પૂછો. અવાજ : હૈ શ્રી વલ્લભભાઈ પટેલ, તમે ! તમે ? જાઓ તમે છૂટા છો,
તમોએ કશો ગુનો કર્યો નથી. ભુલાભાઈ : તો મામલતદાર સાહેબ ! મારા વકીલની સલાહથી હું પૂછું છું કે
જમીન-મહેસુલ ન ભરવું એમ કહેવામાં કંઈ આપને કશો ગુનો
નથી લાગતોને ? અવાજ : “ના ભાઈ, ના. તમારે જે કહેવું હોય તે કહેજો.” જીજીભાઈ : આમ એ તો છૂટ્યો. પણ એના ગયા પછી મામલતદારે એના
કેસમાં એવો શેરો માર્યો કે “શાહ ભુલાભાઈ રૂપજી બૅરિસ્ટર વલ્લભભાઈ પટેલ સાથે હાજર થયા હતા. એણે લખી જુબાની રજૂ કરી છે. એ હોમરૂલ લીગનો મેમ્બરે જણાય છે. એણે મહેસૂલ વસૂલાતના કામમાં આડે નહીં આવવાની કબૂલાત કરી
છે. નોંધ.” પ્રેટ : મને ખબર છે. એ મામલતદારને એ જ એ પ્રમાણે શેરો મારવા
મેં સૂચના આપી હતી. જીજીભાઈ : ત્યારે દફતર તો એ જ સાચું ગણાશે, એમ જ ને ? પ્રેટ : બરાબર. જીજી ભાઈ : પણ પેલા બૅરિસ્ટર વલ્લભભાઈ સાહેબને એ અસત્યની જાણ
થતાં શું થશે ?
સત્યાગ્રહ : ખેડા અને નાગપુર પ્રેટ : મિ. પટેલને શી રીતે જાણ થશે ? જીજીભાઈ : મિ. પ્રેટ ! મિ. વલ્લભભાઈને હજાર કાન અને હજાર આંખો
છે. એમને જાણ થઈ ગઈ છે. મારી પાસે ખબર શ્રી વલ્લભભાઈની છાવણીમાંથી જ આવી. : આઇ ડોન્ટ કેર. ખરો વખત જ આજે છે. મિ. ગાંધી, ઇન્દોર ગયા છે. એની ગેરહાજરીનો આપણે લાભ લઈએ. ગાંધી વિના
પટેલને હાથ કરવા એ સહેલું કામ છે. જીજીભાઈ : એમ આપ મિ. પ્રેટ માનો છો ? પેટ : હા, એમ. જીજીભાઈ, તમે તમારી ફરજ બજાવો. જીજીભાઈ : તે તો સાહેબ જ્યાં સુધી હું સરકારી નોકરીમાં છું ત્યાં સુધી
જરૂર બજાવીશ જ. પ્રેટ : તો મામલતદારને હુકમ ભેજો, કે જેઓ મહેસૂલ નહીં ભરે
એમની જમીન ખાલસા થશે. બ્રિટિશ સરકારને ચોપડે ખેડૂત
પોતાની જમીનનો કબજેદાર છે. જીજીભાઈ : એટલે ? પ્રેટ : એટલે કબજેદાર, વંશપરંપરાનો એનો હક્ક નથી. એ મહેસૂલ
ભરે ત્યાં સુધી એનો કબજો. ન ભરે તો જમીન સરકારની,
એવી કાયદામાં ચોખવટ છે. જીજીભાઈ : એમ ? પેટ : હા એમ, મામલતદારોને કહો કે...... જીજીભાઈ : મિ. પ્રેટ સાહેબ, અહીંના મામલતદારોને કંઈ કહેવાની જરૂર
નથી તેઓ મારા કરતાં, આપ સાહેબના કરતાં પણ સરકારને
વધારે વફાદાર છે. પ્રેટ : એટલે ?