________________
કર
નવભારતના ભાગ્યવિધાતા
જીજીભાઈ : આપણા દફતરમાં આ કાગળિયાં આવ્યાં છે. કેટલાક મામલતદારો
એ ખેડૂતોને કહ્યું છે કે તમારાં બૈરાંછોકરાં વેચો, દેવું કરો, બળદિયા વેચો, તમારાં ઘરબાર વેચો, પણ સરકારની તિજોરીમાં મહેસૂલ ભરી દો.
પ્રેટ
: શાબાશ.
જીજીભાઈ : પણ સાહેબ !
પ્રેટ
: બોલો, બોલો.
જીજીભાઈ : એ એમ કરી એક વાર તો મહેસૂલ ભરશે. પછી એ તો લગભગ મરી ગયા જેવો જ થઈ જશે. એ મરેલો ખેડૂત ફરીથી મહેસૂલ ક્યાંથી ભરશે ?
પ્રેટ
: જમીન આપણે બીજા ખેડૂતને આપીશું.
જીજીભાઈ એ બરાબર. પણ બીજા ખેડૂત પણ જીવતા હશે તોને ? જે
:
પ્રેટ
આંકડા સાચા મળ્યા છે, તે આપણે ફેરવતા અવળા કરીએ છીએ, અને એ અવળા આંકડાઓ ઉપર આપણે ભવિષ્યનો મદાર બાંધીએ છીએ. ખરું પૂછો તો પછી જમીન ખેડનાર ખેડૂત જ નહીં રહે.
પ્રેટ જીજીભાઈ
: સમ સેન્સ ઇન વૉટ યુ સે. પણ જીજીભાઈ, મહેસૂલ વિના સરકાર ચાલે શી રીતે ?
જીજીભાઈ : તે સાહેબ, રાજ કરનારે જોવાનું છે. એક બાજુ ખેડૂત ગરીબ થતો જાય છે. આપને મહેસૂલ જોઈએ છે. ગાંધી અને પટેલની જોડીએ આ પત્રિકાઓ બહાર પાડી છે કે સરકારને મહેસૂલ નહીં ભરવું.
સરકારનો ભય–ડર કાઢી નાખવો. મામલતદારો હોંશમાં, આવેશમાં, વફાદારીના વધારે પડતા નશામાં, ખેડૂત પર જોરજુલમ કરશે. છેવટે તો ખેડૂતના મનમાં રાજ પ્રત્યે રોષ જ ઊભરાશે, ઊભરાય છે.
: ગો ન.
: અને વળી આપને આ યુદ્ધફંડમાં – યુદ્ધફાળો ઉઘરાવવો છે.
સત્યાગ્રહ : ખેડા અને નાગપુર
પ્રેટ
ડોન્ગ્યુ સી, મિ. ગાંધી જાતે વૉર ફંડમાં નાણાં ઉઘરાવવા તૈયાર છે. જીજીભાઈ : આને એ જ ગાંધી, પટેલ, પંડ્યા, ખેડૂતોને મહેસૂલ નહીં ભરવા પ્રતિજ્ઞા લેવડાવે છે.
પ્રેટ
: જીજીભાઈ.
જીજીભાઈ : સાહેબ, મને ઠંડો આપો તો તે લઈ, યા બંદૂક આપો તો તે લઈ દરેક ખેડૂતને ત્યાં જઈ મહેસૂલ ઉઘરાવવા જવા હું આપનો વફાદાર સેવક તૈયાર છું. પણ મિ. વલ્લભભાઈ ગામડે ગામડે ફરશે. ગાંધી નેતા ભલે હોય, પણ મિ. વલ્લભભાઈ પ્રજાના સેવક છે. એનામાં કુનેહ છે. એનામાં દીર્ઘદૃષ્ટિ છે. એનામાં કાયદાનું જ્ઞાન છે.
પ્રેટ
tele
અંગ્રેજો અને જર્મન લઢે એમાં ચરોતરના ખેડૂતોની મદદ જોઈએ છે. આ ખેડૂતોને અંગ્રેજ યા જર્મન સાથે શી નિસ્બત ?
પ્રેટ
: આઇ નો ઘંટ... આઇ નો ઘંટ જીજીભાઈ ! અમદાવાદ મ્યુનિસિપાલિટીના કામકાજમાં અમે ઘણી વાર સામસામી થઈ ગયા હતા. એણે મારું અપમાન પણ કર્યું હતું. પણ આ મ્યુનિસિપાલિટી નથી. ખેડૂત અને મહેસૂલનો સવાલ છે. મિ. પટેલ બૅરિસ્ટર છે.
જીજીભાઈ : મિ. પ્રેટ સાહેબ, મિ. વલ્લભભાઈ પટેલ હવે બારિસ્ટર રહ્યા નથી. એ જન્મે બાપદાદે ખેડૂત છે, અને ખેડૂતો ઉપર એમનો પ્રભાવ છે, મિ. પ્રેટ.
: ચાલો, અઢી વાગ્યા. આજે ૧૨મી એપ્રિલ, આજે નડિયાદના મામલતદારની કચેરી સામે મેદાનમાં આપણે સભા બોલાવી છે. ત્યાં.. ત્યાં હું ભાષણ કરીશ.
જીજીભાઈ : ચાલો, આપ સાહેબને ખબર તો છેને કે બધા મામલતદારો પણ આવવાના છે. કદાચ ત્યાં ગાંધી કે પટેલ પણ આવે, ચાલો.