________________
નવભારતના ભાગ્યવિધાતા જીજીભાઈ : પ્રેસ્ટિજ-ખરું ? પેટ : ખરું. થેંક્સ, એટલે આપણે મહેસૂલ એકઠા કરવાના હુકમો
આપો. એ એકઠું કરવું જ જોઈએ. એ આદર્શ, ધ્યેય, સત્ય
હકીકત. જીજીભાઈ : ટૂથ-સત્ય—પણ ખેડૂતો ન ભરે તો ? પ્રેટ : તો જુલમ ! પહેલાં લાલચ, પછી ધાકધમકી, પછી મારફાડ,
પછી માંહોમાંહ લઢાવવાની યુક્તિ, પછી જપ્તી, પછી એમની
જમીન ખાલસા ! જીજીભાઈ : તો જમીન કોણ ખેડશે ? પ્રેટ : શટ અપ. આપણે ખેડીશું. જીજીભાઈ : ખેતી કરવી એ પણ કસબ છે, સર ! પ્રેટ : આપણે બહારથી ખેડૂતો લાવીશું, નહીં તો જમીન વેચીશું, છેવટે
એ મહેસૂલ નહીં ભરનાર ખેડૂતને જેલમાં મોકલીશું. જીજીભાઈ : મિ. વલ્લભભાઈ, મિ. ગાંધી – એમને શો જવાબ આપશો ? પેટ : એમને કેમ બનાવવા એ હું જાણું છું. તે પહેલાં આ હુકમો દરેક
મામલતદારને પહોંચાડો. જીજીભાઈ : જી. પેટ : હું ઇઝ ધિસ માલવંકર ? જીજીભાઈ : માવલંકર, ગણેશ વાસુદેવ માવલંકર, વકીલ. માલવંકર નહીં,
માવલંકર ! પ્રેટ : એમના મગજ માં રાઈ છે. એ માને છે કે એ પોલિટિશિયન છે.
ગઈ કાલે એણે મારી સાથે વાત કરી. મેં એને સરકારનો પાકો નિરધાર કહી દીધો છે. અમે ખેડા જિલ્લાની જમીન ખાલસા
કરીશું. એમની ગુજરાત સભાને ગેરકાયદેસર કરાવીશું. જીજીભાઈ : પછી ?
સત્યાગ્રહ : ખેડા અને નાગપુર પેટ : કહે છે કે એમના પ્રમુખ મિ. ગાંધી ચંપારણ ગયા છે. મેં કહ્યું
તેમાં મારે શું ? એમના આગેવાન હિન્દુસ્તાનમાં ઘૂમતા ફરે,
એમાં મારે શું ? મેં ચોવીસ કલાકમાં જવાબ માંગ્યો છે. જીજીભાઈ : આ મામલો હવે વધારે બીચકશે. પ્રેટ : જીજીભાઈ, તમે એમ ધારો છો કે ખેડૂતો મહેસૂલ નહીં ભરવાની
હિંમત કરશે ? જીજીભાઈ : જરૂર કરશે. મિ. પ્રેટ સાહેબ , આપને પૂરી બાતમી નથી મળતી.
આપના જાસૂસો આપને ખરી હકીકત નથી જણાવતા. ખેડૂતોએ મહેસૂલ નહીં ભરવાની જાહેરમાં પ્રતિજ્ઞા લીધી છે.
: વૉટ ઇઝ ધિસ બ્યુમિંગ પ્રટિશા ! પ્રટિજ્ઞા ! જીજીભાઈ : એટલે શપથ, સોગંદ, ટૂંકમાં એ જ સત્યાગ્રહ.. સામનો કર્યા
વિનાનો અહિંસક સત્યાગ્રહ. પ્રેટ : ઓહ મિ. ગાંધીએ આફ્રિકામાં કર્યો હતો તે ? જીજીભાઈ : જી. અને એના નેતા મિ. વલ્લભભાઈ પટેલ. એની હાક જબ્બર
ચાલે છે. અલબત્ત, હું તો સરકારનો વફાદાર નોકર છું. પણ આપણા કેટલાક અમલદારો વધારે વફાદારી બતાવવા સરકારની ઠેકડી થાય એવાં પગલાં ભરે છે.
: દાખલા તરીકે. જીજીભાઈ : કપડવંજ તાલુકામાં એક સ્વયંસેવક ભુલાભાઈ રૂપજી શાહ એની
ઉપર મામલતદારે હુકમ કાઢ્યો. અવાજ : વસૂલાતના કામમાં લોકોને ખોટું સમજાવી ઉશ્કેરણી કરવા બદલ
સન ૧૮૭૯માં લેન્ડ રેવન્યુ કોડની કલમ મુજબ જવાબ આપવા કચેરીમાં તા. ૨૬-૩-૧૯૧૮ના રોજ હાજર થવું. આ એની
કેફિયત, ભુલાભાઈ: હું ભુલાભાઈ શાહ, આપની કચેરીમાં હાજર થયો છું. સમન્સમાં