________________
કર
નવભારતના ભાગ્યવિધાતા પ્રમુખ : કેમ ? ડૉ. પટેલ : એ માટે કમિટી બેસે. એમાં એમની તબિયત ખરાબ, હવા
માફક નહોતી આવતી, અને છ મહિના પોતાની ગરીબીમાં વધારે ખર્ચ – એટલે એમની છ મહિના માફીની દરખાસ્ત
કમિટી સામે મુકાઈ, ત્યાં ચારમાંથી બે પાકા અંગ્રેજ સભ્યોએ પ્રમુખ : ના પાડી...... ? ડૉ. પટેલ : જી નહીં, હોંસથી હા પાડી, ટર્મની માફી સૂચવી. પ્રમુખ : ઓ, આઈ સી, હી...હો...હો. ડૉ. પટેલ : પણ બીજા બે અંગ્લોઇન્ડિયનો હતા. એમણે ના પાડી. કોઈ
દલીલ ન મળી તો કહે કે, એમ છ છ મહિનાની માફી આપીએ તો પછી હિન્દુસ્તાનમાંથી અહીં બૅરિસ્ટરોનો રાફડો
જ ફાટશે. અહીં ટકે શેર ભાજી માફક ઊભરાતા જણાશે. પ્રમુખ : ટકે શેર ભાજી, એનો અર્થ હું ન સમજ્યો. ડૉ. પટેલ : સસ્તા જેટલા જોઈએ તેટલા મળશે. એ અમારો ભારતીય
પ્રયોગ છે. જોકે આજે તો ટકો પણ રહ્યો નથી. જાણે બધા જ ફર્સ્ટ ક્લાસ પાસ થવાના. આમ થવાથી કોઈને પણ
એંગ્લોઇન્ડિયન પ્રત્યે રોષ ચઢે. પ્રમુખ : મિ. વલ્લભભાઈને એથી છ મહિના વધારે રહેવું પડ્યું. ડૉ. પટેલ : એમાં જ પેલા વાળાનું, મોટું ઑપરેશન કરવામાં આવ્યું. પ્રમુખ : અને તેથી પેલા અંગ્લોઇન્ડિયને ના પાડી એટલે એમને
કુદરતી રીતે એમના તરફ રોષ ચઢ્યો જ હશે. ડૉ. પટેલ : એમને, એમ અંગત કે એ જમાત સામે રોષ ચઢયો હોય તો
નવાઈ નહીં, પરંતુ એવો રોષ ચઢયો હોય એવી કોઈ સાબિતી નથી.
સહનશક્તિ પ્રમુખ : તો એમને વધારે મોટા અભિનંદનો ઘટે. ડૉ. પટેલ : ભવિષ્યમાં તો એવા દાખલા નોંધાયા છે કે જેમની ઉપર
રોષ ચડ્યો હોય એમની તરફ એ ઉદારતાથી વર્યા હોય એવું જોવામાં આવ્યું છે. સામે પક્ષે એક મિ. શેપર્ડનો દાખલો
નોંધવા જેવો છે. પ્રમુખ : શો ? ડૉ. પટેલ : મિ. શેપર્ડ આઇ. સી. એસ. ઑફિસર. અમારા ઉત્તર ગુજરાત
વિભાગમાં કમિશનર તરીકે કામ કરી ગયેલા. એમણે ગુજરાતની પાટીદાર કોમમાં સમાજ સુધારાનાં ઘણાં કામમાં અગત્યનો ભાગ ભજવ્યો હતો. લંડનનાં છાપાંઓમાં મિ. વલ્લભભાઈની પહેલે નંબરે નર્સ સાથે બૅરિસ્ટરની પરીક્ષામાં પાસ થવાની વાત વાંચી, એટલે તરત એમને વગર ઓળખાણે
અભિનંદન આપવા પહોંચ્યા. પ્રમુખ : હાઉ નાઇસડૉ. પટેલ : એટલું જ નહીં પણ મિ. શેપર્ડ મિ. વલ્લભભાઈને પોતાને
ત્યાં જમવા આવવાનું નિમંત્રણ પણ આપ્યું. પ્રમુખ : કેટલું સરસ ! ત્યારે આવા દાખલાઓ પણ છે, તો તમે પેલા
એંગ્લોઇન્ડિયનનો દાખલો ભૂલી જાઓ. ડૉ. પટેલ : પ્રમુખ સાહેબ, એ તો અમે ક્યારના ભૂલી ગયા છીએ. અને
મિ. વલ્લભભાઈને પણ યાદ નહીં રહ્યો હોય, અથવા એ
પણ ભૂલી ગયા હશે. પણ બ્રિટિશ સરકાર નહીં ભૂલે. પ્રમુખ : એમ કેમ ? ડૉ. પટેલ : બ્રિટિશ સરકાર પોતાનો દફતરી વહીવટ તપાસશે તો માલમ
પડશે કે, અને એમને માલમ પડવા પણ માંડ્યું છે કે હિન્દમાં અંગ્રેજી સલ્તનતના પાયા, ઢીલા કરવામાં એંગ્લોઇન્ડિયનોનો હાથ પણ હતો.