________________
so
નવભારતના ભાગ્યવિધાતા ડૉ. મહેતા : દરેક પરીક્ષા પાસ થતાંની સાથે એમણે પોતાના પત્રોમાં
ઈશ્વરને યાદ કર્યા છે, કુટુંબને યાદ કર્યા છે. કુટુંબના
જીવનનિર્વાહનો વિચાર કર્યો છે. ડૉ. શાહ : વળી વિલાયત જતાં પહેલાં એમનાં સંતાનોને ભણાવવાનો
પણ એમણે પ્રબંધ કર્યો હતો. પ્રમુખ : એમને કેટલાં સંતાન ? ડૉ. શાહ : એક દીકરી, એક દીકરો. અને મુંબાઈમાં સારામાં સારું
શિક્ષણ આપવા એમણે તજવીજ તેમજ વ્યવસ્થા કરી હતી.
એમની વારંવાર દેખભાળ રાખતા. આવી વ્યક્તિને સખ્ત
| દિલની કે કઠણ દિલની વ્યક્તિ કહેવી, એ અન્યાયકર્તા છે. ડૉ. મહેતા : અમે તો મિ. વલ્લભભાઈને અત્યંત કોમલ હૃદયની વ્યક્તિ
તરીકે ઓળખીએ છીએ. પરંતુ ઘણાં એમની નિકટ નથી આવ્યા, એમને કઠોર - સખ્ત પોલાદી દિલની વ્યક્તિ, એવું લખતા-કહેતા સાંભળ્યા છે.
સહનશક્તિ ડૉ. પટેલ : ત્યારે એમના પિતાજીની ઉમર ૮૬, એમની સાથે નાના
વલ્લભભાઈ પણ દર પૂનમે વડતાલ દર્શન કરવા યા યાત્રા કરવા જતા. કોણ કહે છે કે એમનામાં ભગવાન પ્રત્યે શ્રદ્ધા
નહોતી ? પ્રમુખ : મૂળ વાત એક, જે અમે સમજીએ છીએ તે, એક વ્યક્તિનાં
વિવિધ પાસાં પડતાં હોય પણ બેઇઝમૂળ સંસ્કારી, શ્રદ્ધા
સહિત ત્યાં પછી બધું પાટા ઉપર જ ચાલે છે. ડૉ. પટેલ : મને લાગે છે કે આપે અસલ વાત બરાબર પકડી પાડી છે. પ્રમુખ : ડૉ. પટેલ, જરા એક બીજો સવાલ પૂછું ? ડૉ. પટેલ : પૂછી શકો છો, પ્રમુખ સાહેબ. પ્રમુખ : મિ. વલ્લભભાઈ પટેલ–એમના પિતાને અંગ્રેજો તરફ દેશ
પચાવી પાડવા માટે ધૃણા - પણ મિ. વલ્લભભાઈ એક વાર
અંગ્રેજી સંસ્કૃતિના ચાહક, તેમની અંગ્રેજો પ્રત્યે ધૃણા ખરી ? ડૉ. પટેલ : અંગ્રેજી રાજ્ય પ્રત્યે ખરી, પરંતુ ઘણા અંગ્રેજો પ્રત્યે એમને
માન હતું, મિત્રો પણ હતા. પરંતુ કિશોર સમયમાં એકબે એવા કિસ્સાઓ બન્યા છે, જેથી એમના વિચારમાં અંગ્રેજો પ્રત્યે જેટલું માન, એટલું અંગ્લોઇન્ડિયનો પ્રત્યે નહીં પેદા થયું હોય. એમ બન્યું હોય એનો હું એક સચોટ દાખલો
ટાંકું. પ્રમુખ : આપો. ડૉ. પટેલ : ૧૯૧૨માં મિ. વલ્લભભાઈએ બૅરિસ્ટરની છેલ્લી પરીક્ષા
તો આપી. એમાં સૌથી પહેલે નંબરે પાસ થયા. હવે પ્રથા એવી કે, જો વિદ્યાર્થી પહેલે નંબરે પાસ થાય, નર્સમાં તો એને છ મહિના વહેલું સર્ટિફિકેટ મળે. પચાસ પાઉન્ડનું ઇનામ પણ મળે. ઇનામ તો મળ્યું, પણ પેલા છ મહિના વહેલું સર્ટિફિકેટ ન મળ્યું.
ડૉ. પટેલ : વડીલોને માન આપવામાં પણ એ કદી પોતાનો ધર્મ ભૂલ્યા
નથી. જમાનો બદલાતો રહે છે. મોટા માટે નાનાઓને હવે માન રહ્યાં નથી. ત્યાં મિ. વલ્લભભાઈનો એક દાખલો કહું. બોરસદ ગામમાં એક વાર એ પોતાના દફતરમાં આરામખુરશી પર બેસી હુક્કો ગડગડાવતા હતા. ત્યાં એકાએક એમના પિતાજી દાદર ઉપર ચઢી આવ્યા. એમના દેખતાં જ આ વકાલત કરનાર તેજી વકીલે હુક્કો બાજુ ઉપર મૂકી, તરત ઊભા થઈ અદબથી, ‘પિતાજી ! એકાએક, શું કામ પડવું”
એમ પૂછવા માંડ્યું. ડૉ. મહેતા : હા, હા, જ્યારે એમના મહારાજ ઉપર કોઈએ વોરંટ કાઢવું
ત્યારે એ કિસ્સો પણ નોંધાયેલો છે.