________________
નવભારતના ભાગ્યવિધાતા પ્રમુખ : તો એ લોકો પણ એટલા દેશદાઝવાળા હતા, એમ ? ડૉ. પટેલ : ના જી ! બ્રિટિશ સરકારને વહાલા થવા અને એમને સારું
લગાડવા એ લોકો અને મોટે ભાગે એમનાં છાપાં બ્રિટિશ ઑફિસરોને ખરી હકીકતમાંથી અજાણ જ રાખતા. ખરી
પરિસ્થિતિની જાણ જ નહીં કરતા. ઊંધા પાટા બંધાવતા. પ્રમુખ : હું એ સમજી શકું છું. આ ઊંધા પાટાનો પ્રયોગ પણ તમે
ઘણો અચ્છો કર્યો. ડૉ. પટેલ : થેંક્યુપ્રમુખ : હવે આપને, ડૉ. મિસ મહેતા અને મિસ શાહને કંઈ વધારે
કહેવાનું છે ? ડૉ. શાહ : ના જી, અમને આપની વાતચીતથી ભારે સંતોષ થયો છે
અને હવે અમે ઘણા હળવા મનથી પાછા ભારત જઈશું. પ્રમુખ : અને તમે ડૉ. પટેલ ? ડૉ. પટેલ : હું તો લંડનમાં જ પ્રેક્ટિસ કરું છું. એટલે ત્યાં જઈશ. પણ
એક વાત કરું – પેલા છ મહિના મિ. વલ્લભભાઈને લંડનમાં
વધારે રહેવાનું થયું, તે એક રીતે સારું થયું. પ્રમુખ : એમ ? ......કેમ ? ડૉ. પટેલ : પેલી માંદગી બાદ કરતાં, એમણે એટલો સમય તો કશું જ
કરવાનું હતું નહીં, એટલે એમણે લંડન એની આસપાસનાં ગામ-શહેરો જોવામાં, અંગ્રેજી પ્રજાનો ઇતિહાસ વાંચવામાં, એમના રહેણાંક વિશે જાણવામાં એ સમયનો સદુપયોગ
કર્યો. એ જ્ઞાન એમને આગળ જરૂર કામ લાગ્યું જ હશે. ડૉ. મહેતા : એ ઉપરાંત, એમણે લંડનમાં ભારતમાંથી ભણવા આવતા
વિદ્યાર્થીઓ વિષે પણ સારા પ્રમાણમાં જાણકારી તેમજ અનુભવ મેળવ્યાં.
સહનશક્તિ પ્રમુખ : સારા યા નરસા ? ડૉ. મહેતા : એ...એ—ઠીક અને ખરાબ, બંને; એ કંદરે ખરાબ તરફ જરા
નમતું, આમ જુઓ તો દુનિયામાં સારા માણસોનું પ્રમાણ
ઓછું જ હશે. ડૉ. પટેલ : જી, એક ગણતરીએ. શહેરમાં સોફેસ્ટિકેટેડ વર્ગમાં તપાસીએ
તો પણ ગરીબ ભોળા ગ્રામજનોની ગણતરી કરીએ તો એ
ભલા નિર્દોષ માણસોનું પ્રમાણ વધારે નીકળશે. પ્રમુખ : હા, એ પડખાનો તો મને વિચાર જ ન આવ્યો. ડૉ. મહેતા : ડૉ. પટેલ. સોફેસ્ટિકેટેડ કિયા અર્થમાં કહો છો ? ડૉ. પટેલ : આપણે બધા જેમાં આવી જઈએ. પ્રમુખ : ઇક્લડિંગ મી, ધ ચેરમેન. ડૉ. પટેલ : ના જી ! આપ તો બહુ તટસ્થ વ્યક્તિ છો. એનો બીજો
પર્યાય-ભદ્રલોક યા કહેવાતા ભદ્રલોક . એમનામાં જ કળિયુગ
વધારે હોય છે. પ્રમુખ : આ કળિયુગ એટલે કિયા અર્થમાં ? ડૉ. પટેલ : મિ. ચેરમેન, કળિયુગનો અર્થ ઘટાવવામાં, વિચારવામાં,
નક્કી કરવા માટે આવી નવી પરિષદ-નહીં તો નવો જ
પરિસંવાદ યોજવો પડશે. એટલે આજે આપણે વિરમીશું. બધાજ : થેંક્યુ, એવરીબડી. પ્રમુખ : એક વાત ઉમેરું. બધાં જાઓ તે પહેલાં, જિનીવાની હવા
બરાબર ખાતાં જ જો. સ્વિસ પર્વતો અને એનો બરફ જોતા
જજો અને આવતી કાલે આપ ત્રણે મારે ત્યાં જમવા પધારજો. ડૉ. પટેલ : થેંક્યુ-જરૂર આવીશું.