________________
માયા
કવિ
માયા
કવિ
માયા
કવિ
નવભારતના ભાગ્યવિધાતા : જી, કવિરાજ . : તને એટલું ભાન ન રહ્યું કે ગઢ તે જૂનાગઢ, એની પાસે ગરવો ગિરનાર તે વાદળથી વાતું કરે, ત્યાં કૃષ્ણ ભગવાનની ભૂમિ
ત્યાં તે લાલચની રાજરમત માંડી ! : હા, પણ એમાં મારો શો વાંક ? : જે રાજ્યમાં પ્રજા કરતાં કૂતરાંની કિંમત વધારે, એક મહેલમાં, આસો હજાર કૂતરાં પળાય, એનાં લગ્નો લેવાય, એના વરઘોડા નીકળે, એની પ્રજાની દરકાર કેટલી લેવાતી હશે ? : હવે કોઈને ઘોડા પાળવાનો શોખ, તો કોઈને કૂતરાં પાળવાનો
શોખ હોય. : હા હોય, પોતાની પરણેતર કરતાં કૂતરાં વધારે પ્યારા. : ના, એવું તો છેક ના હોય. : નવાબ સાહેબે એકાએક જૂનાગઢ છોડ્યું, નાઠી, ત્યારે પહેલાં
કૂતરાં સંભાળી લીધાં, પછી બેગમ સાહેબા. : અને એમાં બાળકને તો પાછળ મૂકતા ગયા. : તો તું એ વાત જાણે છે. દરદાગીનો ઝવેરાત પહેલાં લીધો. : કોણ નથી જાણતું ? હું તો જાણે જ ને ? દરદાગીનો તો લેવો જ પડેને ! ત્યાં કૂતરાંનું ભરણપોષણ કોણ કરે ? પણ હવે મને નિંદવાનું મેલોને પડતું. : તારી નિંદા નથી કરતો. ૧૯૪૭ની ૧૩મી નવેમ્બરે સરદાર સાહેબે જૂનાગઢમાં પ્રવેશ કર્યો ત્યારે ઠેર ઠેર સરદાર સાહેબનું સ્વાગત જોવા માટે તો તારે નવાબ સાહેબને જૂનાગઢમાં રાખવા હતો ?
થોડા વિલિનીકરણના કિસ્સાઓ
૨૦૧ માયા : પણ પાકિસ્તાન પહોંચ્યા પછી એમણે પાછા આવવા માટે અરજી
કરી હતી. તેનું શું ? : હવે એને તો શો જવાબ આપું ! સરદારશ્રીએ બહાઉદીન કૉલેજના મેદાનમાં મળેલી ગંજાવર મેદની સમક્ષ ભાષણમાં શું કહ્યું હતું તે યાદ કર.
: શું કહ્યું હતું ? કવિ : બોલ્યા હતા – ‘મેં તો મારા મંત્રીને નવાબ સાહેબને મળવા
જૂનાગઢ મોકલ્યા હતા. નવાબના દીવાને કહ્યું કે નવાબની તબિયત સારી નથી. ખરે વખતે માંદા પડી જાય એમને ખુદા
પણ મદદ કરતો નથી.' માયા : હા હા હી હી. કવિ : અને પછી અમે જેને ભક્ત વીર વલ્લભભાઈ કહીએ છીએ, તે
જૂનાગઢથી સોમનાથના મંદિરનો પુનરુદ્ધાર કરવા; અને ભગવાનનાં
દર્શન કરવા ગયા. માયા : હા, સોમનાથની વાત તો જગજાહેર છે.
: માયા ! હડહડતાં જુઠ્ઠાણાં નથી ચાલતાં. મેલી રાજરમત આખરે હારે જ છે. જૂનાગઢની પ્રજા ઉપર નવાબના અમલદારોએ જે જુલમ કર્યો છે, તે કથની આજે તો હું નથી કહેતો. ત્રાસ, મારપીટ, જેલ, ફાંસી, ગોળીબાર, લૂંટફાટ, શી વાત કરું ? પણ જૂનાગઢના એક કવિ શ્રી શાર્દૂલ ભગતે એ કટોકટીના કાળમાં સાચું ભવિષ્ય ભાખ્યું હતું
વસ્તી મેલી વેગળી, જે અજમાવે જોર; ટકે ન એનો તોર, ઈ સાચું શાદુળો ભણે.
માયા
કવિ
.
.
માયા કવિ માયા