________________
૧૧ હૈદરાબાદ અને...
8 પાત્રો ;
માયા, કવિ : ઓ હો, પાછા કવિરાજ તમે ઝળક્યા, કંઈ બહુ જોરમાં લાગો છોને !
માયા
: આજે તારા પર આરોપ મૂકવા માંગું છું. તે મોહમાયાના, લોભલાલચના પાઠ ભલે ભજવ્યા. પણ એથી તેં સરદાર સાહેબની અમૂલ્ય જિ દગીમાંથી દશ વર્ષ ચોરી લીધાં.
હૈદરાબાદ અને...
૨૦૩ માયા : પણ મહાન વ્યક્તિની કસોટી શી રીતે થાય ? એવા કોયડાઓ
ઉકેલવા થકી તો સરદાર મહાન થયા. વિવેચકો એને બિસ્માર્ક સાથે સરખાવતા થયા છે. : જાણે છે, બિસ્માર્ક કોણ હતો તે ? : હશે કોઈ તિસ્મારખાવું શું જાણું ? હું તો વાંચું, સાંભળું, તે કહું. : એ જર્મન ઉમરાવ. લશ્કરી માણસ, દયાહીન, નાનાં નાનાં દશવીસ રાજ્યોને એણે જર્મનીમાં, તોપબંદૂકના ડર, ડરાવી, મારી, જીતી જર્મનીનું એકીકરણ કર્યું. અહીં, એક તો ફ્રાન્સ જેવડું દેશી રાજ, બીજા એનાથી અરધા પણ પ્રમાણમાં મોટા જ , મૈસૂર, ત્રાવણકોર, વડોદરા સૌ સાથે ગણો તો જર્મનીથી અનેક ગણો
મોટો પ્રદેશ. માયા : એથી શું કહેવા માંગો છો ? કોઈ અજ્ઞાની માણસે કશું લખ્યું
એટલે ! : તું પોપટીની માફક લવારા નહીં કરે. સરદાર સાહેબ બિસ્માર્કથી
અનેક ગણા મોટા હતા. ઉદાર હતા, પ્રેમહેત-લાગણીથી ભરેલા
હતા. બિસ્માર્ક કરતાં વધારે દેશદાઝની ભક્તિથી ભરેલા હતા. માયા : હવે મને એવા ઇતિહાસની સરખામણીમાં રસ નથી. કવિ. : તું પટપટી રહી. બિસ્માર્કનું નામ ફરી બોલતી નહીં. એ ફ્રાન્સ
સામે લઢવા ગયો, રસ્તે ગામડાં આવ્યાં તો બિસ્માર્ક કહે છે, ‘ગામલોકને કહો કાવાનું આપે; ન આપે તો બધાને ગોળીથી
વીંધો, કારણ હું પુનર્જન્મમાં માનું છું.' : હી હી... જોયુંને કેવો આસ્તિક માણસ ! : બસ, ચૂપ રહે. ભગવાનની અને પુનર્જન્મની પણ ઠેકડી કરનાર
એ માણસ. વાંચ ચર્ચિલની માની કથા. ઘણું જાણવાનું મળશે. માયા : હવે ચર્ચિલનું નામ કોણે લીધું ?
માયા
કવિ
: તેં, ભોપાલના નવાબે રાજવીઓમાં ફાટફૂટ પડાવવા જે ખેલ ખેલ્યા એક; બીજા જૂનાગઢના નવાબને તે મોટી મોટી લાલચોના રાતાપીળા બતાવ્યા, એથી સરદાર સાહેબને રાતદિવસ ચિંતા ઉપજાવી તે બે; અને છેવટે અનેક નિર્દોષના પ્રાણ હરી હૈદરાબાદમાં ઉત્પાતો કરાવી, એમને ઉજાગર કરાવ્યા છે. તારાં આ ત્રણ
કરતૂતોથી સરદાર સાહેબને તેં બહુ હેરાન-પરેશાન કર્યા. : જુઓ, એ ત્રણે નવાબોને સત્તાનો શોખ, સત્તાનો મોહ હતો. : એમ છટકી નહીં જવાય, માયાદેવી ! મોહમાયાની સરજનારી તો તું.
માયા કવિ
માયા
કવિ